શુક્રવાર, 19 ઑક્ટોબર, 2012

આદરણીય ગઢવી સમાજ


આદરણીય ગઢવી સમાજ

માતાજી ની કૃપાથી હું મારો નવો બ્લોગ ચાલુ કરવા જી રહ્યો છુ મને વિશ્વાસ છે કે મને સારા અને સુંદર
વિચારો સમાજ ના ભાઈઓ દ્વારા મળશે હાલ આપણો  સમાજ બહુ પ્રગતી ઉપર છે ભાઈ ચારો એક જબરજસ્ત તાકાત થી આપણે સારા સારા કાર્ય ક્રમો કરી રહ્યા છીએ ગામડે ગામડે માતાજી ની સોનલ બીજ
ઉજવાઈ રહી છે આ બધું જોઇને ખરે ખર બહુ આનંદ થાય છે હે માંતાજીઓ  અમારા ગઢવી ચારણ સમાજની એકતા વધારજો અને દુનિયા માં ગઢવી સમાજ ની જય હો
જય માતાજી

જય સોનલ
હસમુખ ગઢવી(રત્નું ) ના જય માતાજી
(જશોદાનગર અમદાવાદ )
09158880792 (મહારષ્ટ્ર)


આજે સમાજ પ્રગતિ ના પંથે છે

નમસ્કાર,
મારા વ્હાલા ગઢવી સમાજ વાચકો ને હસું ગઢવી  ના પ્રણામ, 

             સમાજ  જ પ્રગતિ ના પંથે છે .

ભુતકાળ મા આપણે ગણા પાછળ  હતા, ના આપણુ કોઇ ઘર હતુ , ના આપણે સ્થાયી હતા , જેની સરખામણી આજે આપણે સ્થાયી થયા ,આર્થિક રીતે સધ્ધર થયા . દરેક વ્યવસાય , ક્ષેત્ત મા મોખરે છીએ , પરતુ હજુ પણ આપણે બીજા સમાજ ની સરખામણી મા ઘણા પાછળ છીએ  તેનુ મુખ્ય કારણ છે શિક્ષણ . શિક્ષણ મા આપણે પછાત છીએ , આપણે પટેલ સમાજ પર નજર નાખીએ તો તેમના પરીવારનો દરેક સભ્ય નોકરીયાત હોય છે . કોઇ ડોકટર , કોઇ એન્જીનિયર,   તો કોઇ વિદેશ મા સ્થાયી થયા છે .
તેમની સરખામણી મા આપણા સમાજ મા છોકરો અડધી જીંદગી મા-બાપ ના સહારે ગુજારે છે , દીકરો -દીકરી બન્ને ને  સમાન અધિકાર છે,કન્યા કેળવણી પર ભાર મુકવાની જરુર છે .  આપણે લોકો એ માતાજી ના માટે લાખો દાન કરિયે છિએ . પણ જો શૈક્ષણિક  સંસ્થા મા પૈસા આપવાની ની વાત આવે તો ચુપ કેમ ?    થોડો વિચાર બદલવાની ની જરુર છે ભાઇઓ  , માટે મારા વડીલો ને વિંનતી છે કે શિક્ષણ પર  મુકવાની જરુર છે તેના માટે દરેક શહેર મા શિક્ષણ સંસ્થાઓ , છાત્રાલયો નુ નિર્માણ કરવાની આવશ્યકતા છે જે સમાજ ના આર્થિક રીતે પછાત વિધાર્થીઓ માટે લાભદાયી નીવડશે .
. આપણા સમાજ મા અતિથી દેવો ભવ:  મતલબ મહેમાન એ ભગવાન ગણાય છે આજે પણ મેહમાન ને જય માતાજી કહી આવકારિ એ છિએ અને ખુબ સેવા કરીયે છિએ  જે વર્ષો ની પરંપરા આજે પણ કાયમ છે
                           માતાજી નું નામ લઇ આપણે  દરેક કાર્ય  કરીએ છીએ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ પણ બહુ ઓછા લોકો છે જે માતાજીઓએ બતાવેલા રસ્તે ચાલે છે આપણા  સમાજ માં માં જગ્દામ્બો અવતાર ધારણ કરી આવી છે જેને સમાજ માટે પોતાના દેહ નું બલિદાન આપ્યું છે આપણે  એ બલિદાન ને વ્યર્થ નાં જવા દેવું જોઈએ માં નાગબાઈ માં જીવણી  માં કરણી જી માં મોગલ જેવી અનેક જગદંબા ઓ સમાજ માટે ગણું બધું કરી ગઈ છે માં ભગવતી સોનલ માં જેમને દિવસ રાત નથી જોયો બસ સમાજ માં જાગૃત તા આવે સમાજ શિક્ષિત બને એના માટે ઉગાડા પગે ભર બપોરે માં એ  રસ્તા ખુદયા છે આપને કેમ એના ઉપકારને ભૂલી જઈએ છીએ??? માએ એની ફરજ નિભાવી તો શું? આપણી  ફરજ નથી અધૂરા કામો ને પુરા કરવાની?? સમાજ ને દારુ વ્યશન  થી મુક્ત કરવો જોઈએ માં સોનલ તો એમ કહેછે કે માંસ  ખાય એ દાનવ કહેવાય તો સ માટે આપણે  દાનવ બનવું જોઈએ ??? 
                       જે જગદંબા નું નામ માત્ર લેવાથી અંધારા રસ્તે અજવાળું થઇ જાય એવી માં ભગવતી હમેશા આપણી  રક્ષા કરતી હોય તો ચારણ  ગઢવી હોવો નો આપણે  ગોરવ લેવો જોઈએ સાથે સાથે સત્ય ના રસ્તે ચાલી માની સાચા ર્હદય થી ભક્તિ કરવી જોઈએ 
         જ્યાં સુધી હું માનું છું  ત્યાં  સુધી આ ધરા  આ વિશ્વ માં જો કોઈ પવિત્ર અને દેવી શક્તિ  ધરાવતો કોઈ  સમાજ હોય તો એ આપણો  ચારણ  ગઢવી સમાજ છે જેનું કુળ દેવકુળ  છે જેનો દાદા મહેશ સાક્ષાત સંકર ભગવાન હોય જેનો મોસાળે નાના સર્વ શક્તિમાન શેષ હોય આનાથી બીજી ગર્વ લેવા જેવી બીજી કઈ બાબત હોઈ સકે?????   મારી તો ભગવાન ને માં જગદ્મ્બાઓ ને હર પલ એજ પાર્થના છે કે માં મને (તારા હસમુખ) ને જન્મે જન્મે ચારણ  કુળ માજ જનમ આપજે  મને માં હમેશા સદવિચાર સદ્કાર્ય કરવાની શક્તિ આપજે ક્યારેય હું ભટકી જાઉં તો મને સાચો મારગ તું બતાવજે માં સોનલ મને બોલતા નથી આવડતું પણ મારી કાલી  કાલી  વાણી નો વ્યય તું સમજી મને તારા થવાની શક્તિ તું આપજે અને મારા ગઢવી સમાજ ને હમેશા સુખી રાખજે ગઢવી સમાજ એ મારો પરિવાર છે અને મને હમેશા પરિવાર નો પ્રેમ આપજે 


જય માતાજી મારા વ્હાલા ગઢવી સમાજ ને .
 
 
 
 
હસમુખ બી ગઢવી 

2 ટિપ્પણીઓ: