ગુરુવાર, 27 ડિસેમ્બર, 2012

Gujarat Samachar :આલાભાઈ ગઢવી


Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
- સીત્તેર વર્ષીર્ય આલાભાઈ ગઢવીએ માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કરીને પ્રાચીન છંદોની ગાયન શૈલીને જીવંત રાખી છે. તેઓ રોજ એક કલાક વાત્રક નદીના કિનારે બેસીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના રજવાડાઓમાં ગવાતા ચારણી છંદોનું કંઠસ્થ ગાન કરે છે.
અમદાવાદ્દથી ૬૦ કિ.મી દ્દૂર ઉત્કંઠેશ્વરના કોતરોમાં ૭૦ વર્ષિય આલાભાઈ ગઢવી આજે પણ ચારણી સાહિત્યના અસ્સલ છંદ્દોની મહેક પ્રસરાવી રહ્યા છે. વૃઘ્ઘત્વને અવસર બનાવતા આલાભાઈ રોજ બપોરે ચારણી સાહિત્યના અસ્સલ છંદ્દોનું ગાન કરીને લોકસાહિત્યની મહેક પ્રસરાવી રહ્યા છે.
આમ તો ગુજરાતી ભાષામાં છંદ્દો અને અલંકારોની એક શ્વ્લિષ્ટ શૈલી જોવા મળે છે. પરંતુ ચારણી સાહિત્યમાં વીસેક જેટલાં આગવા છંદ્દો છે જેનો સીઘો ગાયકી સાથે સંબંઘ છે.જેમાં ચારણી ચરચરી,દ્દુમિલા,નાગણી,રેણકી,ભુજંગી, ત્રિભંગી અને ત્રોટક ચાલ જેવા છંદ્દોનો સમાવેશ થાય છે. સીત્તેર વર્ષિય આલાભાઈએ માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કરીને આ તમામ છંદ્દોની અવિરત ઘારાઓની કંઠસ્થ કરીને આજે પણ જીવંત રાખી છે. લોક સાહિત્યના વારસાને પુસ્તકોરૂપે તો અનેક વ્યક્તિઓએ સંગ્રહ કર્યો છે. પરંતુ ગાયકી અને રજૂઆતના સંદ્દર્ભમાં જોવા મળતો આ જીવંત વારસો આલાભાઈએ જાળવી રાખ્યો છે.અહીં પાસે આવેલા રોઝાવાડા ગામના વતની એવા આલાભાઈએ અહીં ચારણી સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે જે એક કલાજગત માટે સેવા સમાન છે.
ચારણી સાહિત્યના અસંખ્ય વીરરસ અને ભક્તિરસમાં વહેંચાયેલા અવિરત કંઠસ્થ વારસા વિશે આલાભાઈ કહે છે કે સદ્દીઓ પહેલાના ગુજરાત અને રાજસ્થાનના રજવાડાઓમાં ચારણી સંસ્કૃતિની એક આગવી છાંટ જોવા મળતી હતી. લોક કવિઓએ અને રાજ કવિઓએ આ વારસાને એટલો સમૃઘ્ઘ બનાવ્યો હતો કે પ્રત્યેક છંદ્દમાં રુવાડા ઉભા કરી દ્દે તેવી તાકાત જોવા મળે છે. આ બઘા છંદ્દોના અનેક સંકલન પુસ્તકરૂપે તો જોવા મળે છે પરંતુ ગાયિકી ઘીમે ઘીમે વિલુપ્ત થતી જાય છે.
સ્વામિનારાયણ ભગવાનના પ્રિય સેવક બ્રહ્માનંદ્દ સ્વામી દ્વારા રચાયેલા છંદ્દોની લાંબી શ્રેણી પણ આલાભાઈએ એ હદ્દે કંઠસ્થ કરી છે કે કોઈપણ શ્રોતાજન આવા ઘેધુર અવાજમાં આ છંદ્દોની સાંભળતા જ રોમેરોમમાં પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. ઉત્કંઠેશ્વર પાસે આવેલા વાત્રકના કોતરોમાં આલાભાઈનો ઘેધુર અવાજ આસપાસના લોકોને તેમની પાસે બેસવા માટે મજબૂર કરી દ્દે છે.
સીત્તેર વર્ષે એક શ્વાસે આ પ્રકારના છંદ્દો રજૂ કરવા તે એક યુવાન ગાયક માટે પણ અઘરું છે ત્યારે આલાભાઈ આ તમામ છંદ્દોને તેની વિશિષ્ટ ચાલ સાથે સમજાવીને પોતાની ગાયકી રજુ  કરે છે।

18 may 2012 ગુજરાત સમાચાર માંથી,

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

સોનલ બીજ અમદાવાદ જશોદાનગર

 Facebook પર Share અને Like પણ કરી શકો છો.


હસું ગઢવી નાજય સોનલ માતાજી ગઢવી સમાજ ને                                                         
        " ખીજ જેની ખટકે નહિ જેને  ર્હુદયે કાયમ  રીઝ"                                 "એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ"

સવંત -1980 ના પોષ સુદ બીજ રાત્રે મઢડા ને આંગણ સોનાના સો-સો સુરજ સામટા  ઉગી નીકળ્યાં દુનિયાની આધી વ્યાધિ અને ઉપાધિઓ નાં નિવારણ માટે માં ભગવતી માં સોનલ નું મઢડા ના ચારણી ખોરડે પ્રાગટ્ય થયું એ દિવસે સચરાચરમાં આનંદ ઉલ્લાસ અને ઉમંગ ના સાતેય સમંદર છલકાયી વળ્યા,
(પિતા- હમીર મોડ અને માતા રાણબાઈ જે સરસ્વતી અને અન્નપુર્ણા  નો અવતાર લેખાતા એ જેટલા ધાર્મિક હતા એથીયે વધુ વ્યવહાર કુસળ હતા અને તેમની કુખે સં -1980માં માં સોનલ જન્મ્યા હતા)

 જે માંના  જનમ દિવસ નિમિત્તે 

અમદાવાદ માં જશોદાનગર માં  છેલ્લા 14 વર્ષ થી આઈ શ્રી સોનલ માતાજીની સોનલ બીજ ઉજવાય છે જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ માતાજી ની બીજ માં આવેછે પોષ સુદ બીજ ના દિવસે જશોદાનગર ના આંગણે માતાજીના જન્મ દિન નિમિત્તે ભવ્યતિ ભવ્ય આયોજન શ્રી સોનલ ચારણ યુવક મંડળ દ્વારા કરવામાં આવેછે જેમાં વહેલી સવારથી મહેમાનો નું આગમન સારું થઇ જાયછે વાજતે ગાજતે ઢોલ ત્રાશા થી આઈ માંઓ નું સ્વાગત કરવામાં આવેછે જેમાં સવારે હરીરશ સ્વાધ્યાય સભા થી વાતાવરણ ભક્તિમય બની જાય છે અને કાર્ય ક્રમ ની સરુઆત થાય છે જેમાં વિધિવત વિદ્યાર્થીઓ નું સન્માન બહેનો દીકરીઓ દ્વારા ગરબા બપોરે ભોજન અને પછી અતિ ભવ્ય માં સોનલ માની શોભા યાત્રા જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ ની હાજરી શોભા યાત્રા માં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે જેમાં શિસ્ત બધ્ધ  સ્વયમ સેવકો નું કામ પણ ગઢવી  સમાજની એકતાની ઝાંખી કરાવે છે વાજતે ગાજતે ચારણી સંસ્કૃતિ ત્યાં જોવા મળે છે શોભા યાત્રા પૂર્ણ થયા બાદ નશીબ વાળા નેજ જેનો લહાવો મળે એવી અદભૂત માતાજીની મહા આરતી નું આયોજન કરવામાં આવેછે જેમાં સેંકડો દીવાઓ  થી માતાજીની આરતી કરવામાં આવેછે અને આરતી પૂર્ણ થયા બાદ સાંજે લગભગ આઠ વાગે મહા પ્રશાદ( ભોજન)  નું સરસ આયોજન હોય છે ભોજન પછી રાત્રે લગભગ 9 વાગ્યાથી (ડાયરો ) સંતવાણી નો દોર શરુ થાય છે જે લગભગ સવારના 5 વાગ્યા સુધી ચાલે છે અને વહેલી સવારે માતાજીની આરતી સાથે ભવ્ય જન્મોત્સવ નું સમાપન કરવામાં આવે છે ,
સોનલ યુવક મંડળ ના પાયા સ્વરૂપ અમારા વહાલા મિત્રો સમાન વિરલા
1) હરેશ દાન યુ મહેડું
2) વિજય દાન કે મહેડું  ( એ. ઈ. સી.(ટોરેન્ટ પાવર) )
3) હિતેશ દાન કે મહેડું
4)  હકાભા (કલાકાર)
5) મનુભા ગઢવી---      (પોલીસ વટવા જી આઈ ડી સી )
6) ભરત દાન ખડીયા
7) સમરત દાન એમ  મહેડું
8)લાલુભા બારહટ
9) હસમુખ દાન એમ બારહટ.
(10) હસમુખ બી રત્નું ,

જેમની અથાગ મહેનત દ્વારા એક સુંદર આયોજન વર્ષો વરસ થાય છે
માતાજી ના આશીર્વાદ થી જશોદાનગર માં આજે સતત 14 વરસ થી સોનલ બીજ ની ઉજવણી થતી રહી છે અને વરસો વરસ થતી રહે એવી આશાઓ  માં અમર  રાખજે જય સોનલ માં




          "  હસમુખદાન  બી રત્નું ના જય માતાજી "


 


હે ચારણી  સુખ કારણી !બ્રહમ ચારણી ! આયે શરણ !.
સચીદાનંદે શારદે !મંગલમયી પ્રણમે ચરણ !
અમ્બીકે આવળ આશ્પૂર્ણ !હે તુમ્હારે બાળ હમ !
જગ તારણી  અધ હારિણી !કરું પ્રણતકી પ્રતિપાલ તુમ !
                                         હે ચારણી ......................
પૂર્વજ સદ્શ નીતિ પથિક હો !માતૃભુમી કે ભક્ત હમ !
શુરે ઉદાર રૂ સત્યવકતા અમૃતમયી અનુરક્ત હમ !
                                        હે ચારણી ......................
દ્રઢ વિરવતી સેવક બને અરુ પઢે શમ દમ  પાઠ હમ !
અગ્નિ પરીક્ષા મેં અડગ રહે !બધે સંયમ બાટ  હમ  !
                                        હે ચારણી ......................
યમ યાતના હો નર્ક દુખ કર્તવ્ય પથ  છોડે ના હમ !
દમ દમ તિહારો જાપ જપે મર મીટે મુખ મોડે નાં હમ
                                        હે ચારણી ......................
આશિષ ઉચારો અન્નપુર્ણા શ્રી ચરન મેં લીન હો  મન !
અમ ર્હદય સિચો માં અમૃત સોનલ પ્રેમમયી લાગે  લગન !
                                        હે ચારણી ......................




 હસમુખ બી રત્નું  (09158880792)
ગામ - રોઝાવાડા 
તાલુકો- કપડવંજ 
જીલ્લો- ખેડા 
હાલ- જશોદાનગર.
 નોકરી - મહારાષ્ટ્રા ચેક પોસ્ટ મેનેજર.
જય જય  જય સોનલ માતાજી --------------%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

શુક્રવાર, 19 ઑક્ટોબર, 2012

યુગે યુગે ગઢવી

યુગે યુગે ગઢવી Facebook પર Share અને Like પણ કરી શકો છો.


ગઢવી સમાજને હસમુખ ગઢવી ના જય માતાજી


 

મારી નજરે
 સિંહ ની સમાન અમે ચરણો  રે માત અમારી આ શક્તિ છે મહાન રે પાછા ના ભરીયે અમે પાવલારે લોલ 
દાદો અમારો સદા શીવજીરે લોલ અને ભોમ નો ધારણ મોસાળેં  ભુજંગ રે શિવ શક્તિ ના છોરુંડા  અમે  ચરણો રે લોલ    સંતો ને શિર સદા નામતા રે અને ઝુકીએ નહિ અમે ભલે હિન્દ નો હોય હુજુર રે  વિહળ રબા ના અમે વંશજો રે  લોલ 
જનુની કેવા ?
અમે તો ખૂન કેરા કપરા ખેલ ખેલનારા અને શાસ્ત્રો ના ઘા અમે છાતીયેથી ઝીલનારા 
માથા લીલુડા રણ માં રમતા મેલનારા માં મોગલ ની સહાયે  અમે શત્રુ દલ ને તોડનારા 
ભાંગ્યા ની ભીડ માં ભેળી અમારી માવડી છે અને તેથી તરતી અમારી નાવડી છે કંટક માં 
થાઉં કટકા તોય મોગલ માત નો છું ચમન ની જેમ ચિતરાઈશ  ચારણ  જાતનો છું 
મને ગૌરવ છે કે મને આ પવિત્ર સમાજ માં જનમ મળ્યો છે હે માં જગદંબા મોગલ માં  હિંગળાજ માં  મને યુગે યુગે ગઢવી ચારણ સમાજ માજ જનમ આપજે 

આદરણીય ગઢવી સમાજ


આદરણીય ગઢવી સમાજ

માતાજી ની કૃપાથી હું મારો નવો બ્લોગ ચાલુ કરવા જી રહ્યો છુ મને વિશ્વાસ છે કે મને સારા અને સુંદર
વિચારો સમાજ ના ભાઈઓ દ્વારા મળશે હાલ આપણો  સમાજ બહુ પ્રગતી ઉપર છે ભાઈ ચારો એક જબરજસ્ત તાકાત થી આપણે સારા સારા કાર્ય ક્રમો કરી રહ્યા છીએ ગામડે ગામડે માતાજી ની સોનલ બીજ
ઉજવાઈ રહી છે આ બધું જોઇને ખરે ખર બહુ આનંદ થાય છે હે માંતાજીઓ  અમારા ગઢવી ચારણ સમાજની એકતા વધારજો અને દુનિયા માં ગઢવી સમાજ ની જય હો
જય માતાજી

જય સોનલ
હસમુખ ગઢવી(રત્નું ) ના જય માતાજી
(જશોદાનગર અમદાવાદ )
09158880792 (મહારષ્ટ્ર)


આજે સમાજ પ્રગતિ ના પંથે છે

નમસ્કાર,
મારા વ્હાલા ગઢવી સમાજ વાચકો ને હસું ગઢવી  ના પ્રણામ, 

             સમાજ  જ પ્રગતિ ના પંથે છે .

ભુતકાળ મા આપણે ગણા પાછળ  હતા, ના આપણુ કોઇ ઘર હતુ , ના આપણે સ્થાયી હતા , જેની સરખામણી આજે આપણે સ્થાયી થયા ,આર્થિક રીતે સધ્ધર થયા . દરેક વ્યવસાય , ક્ષેત્ત મા મોખરે છીએ , પરતુ હજુ પણ આપણે બીજા સમાજ ની સરખામણી મા ઘણા પાછળ છીએ  તેનુ મુખ્ય કારણ છે શિક્ષણ . શિક્ષણ મા આપણે પછાત છીએ , આપણે પટેલ સમાજ પર નજર નાખીએ તો તેમના પરીવારનો દરેક સભ્ય નોકરીયાત હોય છે . કોઇ ડોકટર , કોઇ એન્જીનિયર,   તો કોઇ વિદેશ મા સ્થાયી થયા છે .
તેમની સરખામણી મા આપણા સમાજ મા છોકરો અડધી જીંદગી મા-બાપ ના સહારે ગુજારે છે , દીકરો -દીકરી બન્ને ને  સમાન અધિકાર છે,કન્યા કેળવણી પર ભાર મુકવાની જરુર છે .  આપણે લોકો એ માતાજી ના માટે લાખો દાન કરિયે છિએ . પણ જો શૈક્ષણિક  સંસ્થા મા પૈસા આપવાની ની વાત આવે તો ચુપ કેમ ?    થોડો વિચાર બદલવાની ની જરુર છે ભાઇઓ  , માટે મારા વડીલો ને વિંનતી છે કે શિક્ષણ પર  મુકવાની જરુર છે તેના માટે દરેક શહેર મા શિક્ષણ સંસ્થાઓ , છાત્રાલયો નુ નિર્માણ કરવાની આવશ્યકતા છે જે સમાજ ના આર્થિક રીતે પછાત વિધાર્થીઓ માટે લાભદાયી નીવડશે .
. આપણા સમાજ મા અતિથી દેવો ભવ:  મતલબ મહેમાન એ ભગવાન ગણાય છે આજે પણ મેહમાન ને જય માતાજી કહી આવકારિ એ છિએ અને ખુબ સેવા કરીયે છિએ  જે વર્ષો ની પરંપરા આજે પણ કાયમ છે
                           માતાજી નું નામ લઇ આપણે  દરેક કાર્ય  કરીએ છીએ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ પણ બહુ ઓછા લોકો છે જે માતાજીઓએ બતાવેલા રસ્તે ચાલે છે આપણા  સમાજ માં માં જગ્દામ્બો અવતાર ધારણ કરી આવી છે જેને સમાજ માટે પોતાના દેહ નું બલિદાન આપ્યું છે આપણે  એ બલિદાન ને વ્યર્થ નાં જવા દેવું જોઈએ માં નાગબાઈ માં જીવણી  માં કરણી જી માં મોગલ જેવી અનેક જગદંબા ઓ સમાજ માટે ગણું બધું કરી ગઈ છે માં ભગવતી સોનલ માં જેમને દિવસ રાત નથી જોયો બસ સમાજ માં જાગૃત તા આવે સમાજ શિક્ષિત બને એના માટે ઉગાડા પગે ભર બપોરે માં એ  રસ્તા ખુદયા છે આપને કેમ એના ઉપકારને ભૂલી જઈએ છીએ??? માએ એની ફરજ નિભાવી તો શું? આપણી  ફરજ નથી અધૂરા કામો ને પુરા કરવાની?? સમાજ ને દારુ વ્યશન  થી મુક્ત કરવો જોઈએ માં સોનલ તો એમ કહેછે કે માંસ  ખાય એ દાનવ કહેવાય તો સ માટે આપણે  દાનવ બનવું જોઈએ ??? 
                       જે જગદંબા નું નામ માત્ર લેવાથી અંધારા રસ્તે અજવાળું થઇ જાય એવી માં ભગવતી હમેશા આપણી  રક્ષા કરતી હોય તો ચારણ  ગઢવી હોવો નો આપણે  ગોરવ લેવો જોઈએ સાથે સાથે સત્ય ના રસ્તે ચાલી માની સાચા ર્હદય થી ભક્તિ કરવી જોઈએ 
         જ્યાં સુધી હું માનું છું  ત્યાં  સુધી આ ધરા  આ વિશ્વ માં જો કોઈ પવિત્ર અને દેવી શક્તિ  ધરાવતો કોઈ  સમાજ હોય તો એ આપણો  ચારણ  ગઢવી સમાજ છે જેનું કુળ દેવકુળ  છે જેનો દાદા મહેશ સાક્ષાત સંકર ભગવાન હોય જેનો મોસાળે નાના સર્વ શક્તિમાન શેષ હોય આનાથી બીજી ગર્વ લેવા જેવી બીજી કઈ બાબત હોઈ સકે?????   મારી તો ભગવાન ને માં જગદ્મ્બાઓ ને હર પલ એજ પાર્થના છે કે માં મને (તારા હસમુખ) ને જન્મે જન્મે ચારણ  કુળ માજ જનમ આપજે  મને માં હમેશા સદવિચાર સદ્કાર્ય કરવાની શક્તિ આપજે ક્યારેય હું ભટકી જાઉં તો મને સાચો મારગ તું બતાવજે માં સોનલ મને બોલતા નથી આવડતું પણ મારી કાલી  કાલી  વાણી નો વ્યય તું સમજી મને તારા થવાની શક્તિ તું આપજે અને મારા ગઢવી સમાજ ને હમેશા સુખી રાખજે ગઢવી સમાજ એ મારો પરિવાર છે અને મને હમેશા પરિવાર નો પ્રેમ આપજે 


જય માતાજી મારા વ્હાલા ગઢવી સમાજ ને .
 
 
 
 
હસમુખ બી ગઢવી 

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

Time

મેરી આત્મા હે અજર અમર 
 મેરા જિસ્મ એક  લિબાસ હે 
મેરે અસ્ક ક્યાં ક્યાં બુજાયેંગે               કહી આગ હે કહી પ્યાસ હે 


ગયો ને જાય છે દુખ નો સમય એકજ દિલાસા પર  કે વીતેલો સમય કદી  પાછો આવતો નથી એક ગજબ નો ભેદ સમજાય છે કે જલ્દી કરો  જલ્દી કરો come on fast 
      આપણી  પહોચ ઈતિહાસ થી વધારે લાંબી હોતી નથી આપણ ને બહુ બહુ તો ઈતિહાસ  નો સમય સમજાય પરંતુ સમય ના ઈતિહાસ નું શું? 
   આ દુનિયામાં સમય સિવાય કશુજ આપણું  નથી     સમય એટલે ઈશ્વર ની કંકોત્રી એને વધાવાય વગોવાય નહિ ક્ષણો ના પગથીયા ઉપર પગ મુકીને સમય આગળ  વધતો રહે છે એટલેજ કહેવાય છે કે ક્ષણ અને કણ  ની કિમંત સમજે એજ વિચક્ષણ 
પ્રત્યેક મનુષ્ય ને તેનો સમય ઘડે છે અને દરેકે આ સમય નું ઋણ ચુકવવું પડે છે  જેથી સમય ગુમાવવો જોઈએ નહિ કારણ કે જીવન એ સમય નું બનેલું છે 

"Time end tide waits for no body "




કવન ના બાદશાહો ભિક્ષા માં એવા કવન આપો 
ના હો કેવળ મનોરંજન એવા મનોમંથન આપો 
જીવન અમૃત બને એવા અમી કેરા ઝરણ આપો 
ધરાને સ્વર્ગ કરનારા વિચારો નું વહન આપો 
નત્વ દુનિયાને કાજ ક્રાંતિ ના કિરણ આપો 
કલમ ના બાદશાહો ભિક્ષા માં એવા કવન આપો 

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા થી શું 
મળી દુનિયામાં બદનામી પછી નાશી ગયા થી શું 
 
  

અહી થી સાવ સીધે શીધો જાય છે તો પણ તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો 
નથી એક માનવ માનવી સુધી પહોચ્યો કે નથી એક સાહ્ષિક  એની મંજિલ સુધી પહ્ચ્યો 
કોને ખબર ક્યારે ઈમાન આવશે સામે ?પણ મેં સાંભળ્યું છે 'હસમુખ' કે હજી બંધાય છે રસ્તો 


શ્વાસ પણ સૌ લે છે  આંધળા વિશ્વાસ થી અહી 
કોણ છે 'હસું'  એવું જેને હવા દેખાય  છે  અહી ,


બજાર  કે દામો કી  શિકાયત હે હર એક કો 
ફિર ભી સરે બાજાર બડી  ભીડ લાગી હે ,




હસમુખ બી ગઢવી 

ગુરુવાર, 19 જુલાઈ, 2012

चारण देविया or शाखाए




 चारण देविया

सेणी जी लालस जाति की चारणी गुजरात की काछेला वेदा जी की पुत्री थी ! अपनी बाल्य अवस्था मे हिमालय जाकर अपना लोकिक शरीर त्याग दिया था ! वीझानंद जो भाचलिये शाखा के चारण थे व उक्त शक्ति से ब्याह करना चाहते थे ! लेकिन वचनानुसार समय पर नही पहुच पाये , शक्ति ने अपना शरीर त्याग दिया था ! माताजी का ग्राम जुढीया , जिला जोधपुर मे भव्य मन्दिर हे !
इन्द्र माता : इन्द्र नामक शक्ति का जन्म जिला नागौर खुड़द नामक ग्राम मे सागर दानजी रतनु के यहाँ हुवा था ! साक्षात आवडा देवी का अवतार थी ! मरदाना पोशाक मे रहती थी !वर्तमान मे उक्त देवी का अवतार जोधपुर जिले मे जुढीया ग्राम मे सुवा नामक शक्ति साकार रूप मरदाना वेश मे विराजमान हे ! इनके पिता का नाम किशन दान लालस था !इस कलिकाल मे मैया के बड़े चमत्कार हे !
सती माता चंदू : आप मांडवा ग्राम के उदे जी सिन्ढायच की पुत्री थी , आपका ससुराल दासोडी था ! आपने पोखरण ठाकुर सलाम सिंह के अन्याय करने के कारण भरी जमर किया था ! मैया के अनेक चमत्कार हे !
शीलो सती : आपका पियर कोडा ग्राम था ! ठकर दान रतनु की पुत्री थी , व ससुराल झणकली ग्राम मे था ! पति का नाम जोगराज जी बिठू था ! खोखर राजपूतो व उनके हिमायती जैसलमेर राजा पर जमर किया था ! माड़ खावड़ के ग्रामो मे आपके विशेष चमत्कार हे ! इसी ग्राम मे देमो नामक सती ने गुडा राणा के अन्याय के कारण जमर किया था ! यह ग्राम तो सतियों का गढ़ हे !!
जामो सती जी : जामो सती जी जो हड़वेचा ग्राम के सुंदर दान चारण की पुत्री थी , आपका ब्याह मिठ्डीये सिंध प्रदेश मे हुवा था , पति का नाम अमरदान देथा था ! आपने रिंध नामक सकल जाति के असुरो को जमर करके ख़त्म किया था ! व हरिसिंह को अमर कोट का शाशक होने का वरदान दिया था !!
हरिया सती : आपका पियर मीठन ग्राम व ससुराल वाडखा जिला सिरोही मे था , पिता का नाम वखत दान व पति का नाम दानजी था , उन्हें हिरणी ठाकुर के आदमियों ने ख़त्म किया था , इस बात का पता अठारह दिन बाद सती को चला , तब अपने पति का वेर लेने की उदेश्य से जमर किया , सावल जाति मे महँ सती कहलाई ! आपके बड़े चमत्कार हे !!
शायर बाई का जन्म जयपुर जिला दाता मे रतनु जी किनिये के यहाँ हुवा था !
संमध कंवर जो पोकरण के पास बारहट का गाव , रतनु नाला शाखा मे मुरा दानजी के यहाँ अवतार धारण किया !



चारण जाति की मुख्य तेवीस शाखाए हें! कुछ लोग इसकी गिनती एक सो बीस बताते हें , लेकिन मुख्य तेवीसहें ! उपशाखाए ५६७ हें अंत शाखा की गिनती नही हें !
जो अखावत, लखावत , इशरावत, जुगतावत , अमरावत आदि योग पुरुषों के नाम गोत्र हें !!

. मारू शाख : ५२ उपशाखा , इसमे मुख्य कोचर , देथा, सोदा, सीलगा, सुरतानिया , कीनिया आदि !
. सऊवा शाख : ४७ उपशाखाइसमे मुख्य , इसमे मुख्य वरसडा, गोड़, सताल, मातंग, माणकव आदि!
. बाटी शाख : ३० उपशाखा , इसमे मुख्य गाडन,सेलगडा, भसिया आदि !
. तुबैल शाख :२० उपशाखा , इसमे मुख्य गुगडा, लखाणी, रागी, वेश आदि !
. वाचा शाख : १६ उपशाखा , इसमे मुख्य आढा , महिया,सांदू आदि !
. मीसण शाख : १६ उपशाखा , इसमे मुख्य मेगु, देमाल, तमर आदि !
. ढाकरिया शाख : २४ उपशाखा , इसमे मुख्य कटारिया , अमोतिया , खेता , गोधा , गिरिया आदि !
. जाखला शाख : उपशाखा , इसमे मुख्य खलेल, महिसुर, झमाल आदि !
. चौराडा शाख : ८४ उपशाखा , इसमे मुख्य कविया , खडिया , थेहड़ , चीबा आदि !
१०. गुनायच शाख : १४ उपशाखा , इसमे मुख्य गंगाणीय, सियाल, मालेधा आदि !
११. टापरिया शाख : 1 उपशाखा , इसमे मुख्य शशिमाल, आतुल, जाखा आदि !
१२. भाचलिया शाख : १६ उपशाखा , इसमे मुख्य सिन्ढायच , उज्जवल, मजीढीया आदि !
१३. नरा शाख : ८४ उपशाखा , इसमे मुख्य कविया, खिडिया, चीता, थेहड़ आदि !
१४. अवसुरा शाख : ५५ उपशाखा , इसमे मुख्य आसिया, मुवड़ , सुगा, देभल, वणसुर आदि !
१५. नैया शाख : १६ उपशाखा , इसमे मुख्य सीया, सीसटया, थाम्भा आदि !
१६. धांधणिया शाख : १६ उपशाखा , इसमे मुख्य अमर, गोघट, सुमणा आदि !
१७. पुनड़ा शाख : १३ उपशाखा , इसमे मुख्य पुनड़, विजड़ आदि !
१८. लीला शाख : उपशाखा,
१९. आसणिया शाख : १७ उपशाखा ,
२०. केशरिया शाख : १३ उपशाखा ,इसमे मुख्य मेह्डू, महियारिया , केशरिया , मोकल आदि !
२१. मादा शाख : उपशाखा , इसमे मुख्य बाला, ढिकरया , बीझड़ आदि !
२२. रतनु शाख : ४१ उपशाखा , इसमे मुख्य गरवा, नाला, गंग, नर,
२३. रोह्ड़ीया शाख : १२ उपशाखा , इसमे मुख्य बीठू, कलहट, गादु , पुनसी, हड़वेचा, सावल, मीकस, धीरण , होहणीया , ओलेचा, पातरोड़ , आला,




HASMUKH B GADHAVI 

09158880792(MH)
In India there is a caste-system, which originally was based not upon wealth but upon the functions that individuals carried out in Indian society. There is a caste in India called Charan which is predominantly found in the Rajasthan and Gujarat states.
They were known as “fathers” of Goddesses* as well as devout devotees and ‘sons’ of Goddesses who demonstrated extraordinary loyalty to their masters. They passed along their knowledge of history from generation to generation through the “spoken word.”
The traits of “Charans” character could be classified into the following five major categories:
1.Fearless and Tellers of truth :
One of the greatest virtues of Charans was to go by the dictates of their conscience regardless of the consequences. They never flinched to tell the truth however bitter it was. For this they had to incur the wrath of the related parties sometimes resulting in their own death. All the same they did not give up the truth.
2. Highly Trust worthy and unflinchingly loyal :
Historically, Charans were known as persons of very high moral integrity whose words could be taken as truth. They believed in being men of their word and always inspired others — particularly the Rajputs - to be so. Because of their trustworthiness, they were kept as the guardians of the ladies and children of Rajputs — particularly those killed in wars Charans treated the ladies of the Rajputs as their own mothers, sisters and daughters, reared up and educated their children as their own. For example, Rao Chunda, the founding father of the Marwar State, had been brought up and educated by a Charan family at a village called Kalau.
3. Learned scholars, great orators and heroic poets :
The entire community of Charans — particularly in North West India — is know n as ‘poet – community’. Many Rajputs address them with the mere title – Kaviraj– which means ‘Poet king’. In the so called good old days Charans were the community who through their extraordinary mastery of the local language were the source of entertainment of the masses as well as the ruling masters. They were the living radio/TV. In whichever village a classical Charan came, people would gather in hordes and listen to his infinite unending stories of heroism, sorrow and great past for many a whole nights together. Poetry used to be an essential part of his delivery. Kings and Lords used to reward Charans for their learned expressions and used to keep them as Advisors.
4.Devotees of Goddess Mothers :
There had been in all eighty four daughters of Charans who were considered and accepted as Goddesses — not only by their own community but by others too during the Ladies’ life-time and even afterwards. The most famous among them were the seven sisters led by the eldest – Mother Awar and their brother Khetal who lived over a thousand years ago. Their temples are found all over the desert of Western Rajasthan, particularly Jaisalmer District and Eastern Sindh province of Pakistan under various names – Ai, Ainath, Awar, Jogmaya, Jagdamba, Nagnech, Doongrech, Temdarai, Bhadriyarai etc. In the Gujarat and Saurashtra region Mother – Khodiyar — the second of the seven sisters — is more popular.
Mother Karani lived about 600 years ago. Her life span stretched over 150 years, covering about six or seven generations. She was a very, very important personality in her time; she laid the foundation stones of Forts of Jodhpur and Bikaner, wherein her temples are located even today. She is worshipped as a Goddess not only by the royal families of the above two former Kingdom States but by all other folks. Her most popular temple is situated at a place called Deshnok near Bikaner where she had spent most of her life time. This place is inhabited by descendants of her husband, but not her own decendents. She persuaded her husband to marry another Charan Woman, and never had a physical relationship with him. The temple of Mother Karani at Deshnok is also known as ‘Temple of Rats’ and has been shown on BBC TV several times. Mother Dewal and Raajal were the other prominent among the eighty-four.
5.Men of vision, wisdom and thoughts :
Because of the foregoing qualities — their vision, thoughtfulness and wisdom – Charans served as advisors to the Kings and Lords. Each Lord or King would keep at least one Charan as advisor in his court. Charans often used to be the mediators in the personal or inter-state feuds of the Rajputs. Other communities also respected Charans for their vision, sensibility and wisdom. They settled many disputes through peaceful negotiations, avoiding fights and wars; but they were, at the same time, instrumental in exciting the minds of the martial people — leading to war and destruction whenever they thought was the hour to defend the native land against the foreign invasion and to defend the honour of their women.



મંગળવાર, 17 જુલાઈ, 2012

ચારણ-કન્યા

ચારણ-કન્યા

સાવજ ગરજે
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ-કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
-ઝવેરચંદ મેઘાણી

શનિવાર, 14 જુલાઈ, 2012

ચારણ કન્યા કેવી હોય?

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડતણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગીબીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
બહાદરઊઠે!
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા ! તું ઊભો રે’જે!
ભૂખમરા ! તું ઊભો રે’જે!
ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચારણ—કન્યા !
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!

**1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.
“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
દુલા કાગ

શુક્રવાર, 6 જુલાઈ, 2012

હરિરસ

                                              હરિરસ
 આ છંદ કાવ્યો ચારણી સાહિત્ય માં જ જોવા મળે છે જે  ચારણ સમાજ  ને મળેલી  અનમોલ ભેટ છે"
ચારણ બડા બોલ હે ચારણ બોલ અડોલ "   
ચારણ સે ચારણ મિલે વહી ઘડી અનમોલ "
આપણા સમાજ માં મહા શક્તિઓ જન્મી જે જગતને અજવાળું આપે એવી માં મોગલ માં ખોડલ માં સોનલ માં કરણી જી  આવડમાં  જેવી અનેક જગ્દમ્બાઓ  અવતાર ધરી ને આવી છે જેમણે ચારણ સમાજ ને પવિત્રતા દૈવી તાકાત થી ઉજ્વળ બનાવ્યા છે આપડે જેટલો માં  નો આભાર માનીએ એટલો ઓછો પડે ભારતે જન્મ દુર્લભમ પંક્તિ પ્રમાણે ભારત માં જન્મ લેવો એ દુર્લભ છે બહુ પુણ્ય કર્યું હોય ત્યારે ભારત માં જન્મ મળે અને એમાય ભારત દેશ ના ગુજરાત માં જનમવું તો એનાથીય વધુ પુણ્ય કાર્ય  કર્યાં હોય  તોજ જનમ મળે  ગુજરાત સંસ્કૃતિ થી ભરેલી ધરા છે અને દુનિયામાં ક્યાય જોવા ના મળે એવો અતિ પવિત્ર સમાજ એટલે ગઢવી ચારણ સમાજ જ્યાં જનમ લેવો એતો અદભૂત છે જે બહુજ પુણ્યશાળી આત્મા હોય એનેજ આવા પવિત્ર દેવ કુળ માં જનમ મળે તો મિત્રો મારા વહાલા જ્ઞાતિ બંધુઓ આપણે સહુ સાથે મળીને માં જગદ્મ્બાઓ  નો આભાર વ્યક્ત કરીએ અને માં સોનલ ના ઉપદેશ થકી જીવન જીવીએ
માતાજીઓએ આપણા માટે ઘણા ત્યાગ કર્યા  છે આપણે હમેશા માં ના ઋણી  રઈશું  જય માતાજી;

આપણા  સમાજ માં "ઈશર ડાડા" જેવા મહાન સંત  થઇ ગયા જેમણે  પણ ગઢવી સમાજને ઘણું આપ્યુ  છે  તો ચાલો સરુઆત ત્યાંથી કરીએ.

    પહેલો નામ પ્રમેશરો , જિણ જગ મંડ્યો જોય :
                           નર મુરખ સમઝે નહી ,હરિ કરે સો હોય.

એળેંહી હરિ નામ , જાણ અજાણ જપે જો જીવ્હા ;
                        શાસ્ત્ર વેદ પુરાણ , સવૅ મહિં તત્ અક્સર સારમ

  કેશવ: કલેશનાશાય , દુખનાશાય માધવ:,
                            નૃહરિ: પાપનશાય , મોક્સદાતા જનાદૅન:.....3
   રામ નામ વિના વાણી , રામ નામ વિના કથા ,
                            રામ નામ વિના શબ્દા , સો શબ્દાશ્વ અકારથ....4
  
રામ નામ મયી વાણી , રામ નામ મયી કથા :
                            રામ નામ મયા શબ્દા , સો શબ્દા સુક્યારથા .....5

 ( અમદાવાદ માં જશોદાનગર ના આંગણે પણ હવે ઇશર બીજ ઉજવાય છે એવીજ રીતે ગમે ગામ ઉજવણી થાય એવી આશા સહ હસમુખ બી રત્નું ના જય માતાજી; )


                                                                 છંદ


તુહી નામ તારણ સબે કાજ સારન ધરો ઉસકા ધારન નીવારણ કરેગા,
ન થા દાંત વાકુ દિયા દુધ માકુ, ખબર હે ખુદાકુ સબર જો ધરેગ ;
તેરા ધુધ સીના મીટે દિલ કા કિના જિને પેટ દિના સો આકે ભરેગા,
મુરાદમ કહે જો મુક્દરકી અંદર જિંહે ટાક મારે ન ટારા ટરેગા.  (1)   

રહે શેર બનમેં, મહામસ્ત મનમેં, ઉસે તિન દિનમેં સો રોજી મિલાતા,
શકરખોર પંછિ શુકર નિત ગુજારે, ફિકર કર ઉસીકુ ખુદાવંત ખિલાતા ;
મતંગત કુ મન દે, કીડીકુ કન દે; પરંદે કો ચન દે સો બંદે જિલાતા,
મુરાદર કહે સો સહિ કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા.  2


ખુદા શેઠ સબકા કિયા હાટ કબકા, વસીલા હે રબકા ઉસે ધીર ધારે,
સુબો શામ દેતા નહિ દામ લેતા, ન કરતા ફજેતા ન મિલતે કુ મારે;
દિયા સોઇ લખતા બિના હક્ક ન બકતા, હિસાબોમેં રખતા ન નખતા બિસાર,
મુરાદન કહે તુ અક્કડ કૈસે ફરતા, ખુદા શાહ એસા પકડ ચીર ડારે, 3


ખુદા હૈ ખરાદી અકાલ ઉસમેં જ્યાદી, વો આદિ અનાદિકા કરતા કહાયા,
પવન આગ પાની સુમિટી મિલાની, રૂદંકી નિશાનીસે આદમ બનાયા;
કિયા કાન નાશા ચશમકા તમાશા, જબાંકા ખુલાસા બે કલમા પઢાયા,
મુરાદન કહે જો સહી કરકે દેખા, ખુદાકી ખૂબીકા નહિ પાર પાયા,  4


ખુદા બદશાહ હૈ સબોં પર નિગાહ હૈ, ન કોઇ જુદા હૈ ખુદાકી નજરમેં,
ગજંદર ગધા હૈ દુહૂ પર ફિદા હૈ, ન કોઇ જુદા હૈ ખુદાકી નજરમેં;
ગવાં ભેંસ ધોડી, કિડી મકોડી, સબે જુગ્તે જોડી બનયી બસરમેં,
મુરાદન કહે યાર હસતા કહાં હૈ, હિસાબોકા રસ્તા મિલેગા હસરમેં,  5


ખુદા ખેલ કરતા કિસીસે ન ડરતા, કિસી મૌત મરતા કિસીકુ જિલાતા,
કિસીકુ હૈ ધોડા કિસી પાંવ ખોડા, કિસી કો ન જોડા પયાદે ચલાતા;
કિસી રાજ પાતા કિસી માંગ ખાતા, કિસીકુ હસાતા કિસીકુ રૂલાતા,
મુરાદન કહે જો સહી કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા, 6


ખુદા રહનુમા હૈ ન કિસીકી તમા હૈ, ન પૈસા જમા હૈ ખલકુક ખિલાતા,
નહિ કારભારી નહિ શાહુકારી, નહિ દોસ્તદારી કહાંસે વો લાતા;
નહિ ખેત વાંટા નહિ ફૌજ ફાંટા, નહિ પાસ કાંટા અદલકુ ચલાતા,
મુરાદન કહે જો સહી કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા. 7

          “My religion is based on truth and non violence. Truth is my god. Non violence is the means of realizing him.”Gandhiji



“ભેગુ કરીને જીવે તે શહેર અને ભેગા મળીને જીવે એ ગામડું”.- રવિશંકર મહારાજ
“આજનો માણસ સુખી થવા હાટું દુખી થતો રહે છે”. કવિ કાગ