સોમવાર, 22 ઑક્ટોબર, 2012

સોનલ બીજ અમદાવાદ જશોદાનગર

 Facebook પર Share અને Like પણ કરી શકો છો.


હસું ગઢવી નાજય સોનલ માતાજી ગઢવી સમાજ ને                                                         
        " ખીજ જેની ખટકે નહિ જેને  ર્હુદયે કાયમ  રીઝ"                                 "એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ"

સવંત -1980 ના પોષ સુદ બીજ રાત્રે મઢડા ને આંગણ સોનાના સો-સો સુરજ સામટા  ઉગી નીકળ્યાં દુનિયાની આધી વ્યાધિ અને ઉપાધિઓ નાં નિવારણ માટે માં ભગવતી માં સોનલ નું મઢડા ના ચારણી ખોરડે પ્રાગટ્ય થયું એ દિવસે સચરાચરમાં આનંદ ઉલ્લાસ અને ઉમંગ ના સાતેય સમંદર છલકાયી વળ્યા,
(પિતા- હમીર મોડ અને માતા રાણબાઈ જે સરસ્વતી અને અન્નપુર્ણા  નો અવતાર લેખાતા એ જેટલા ધાર્મિક હતા એથીયે વધુ વ્યવહાર કુસળ હતા અને તેમની કુખે સં -1980માં માં સોનલ જન્મ્યા હતા)

 જે માંના  જનમ દિવસ નિમિત્તે 

અમદાવાદ માં જશોદાનગર માં  છેલ્લા 14 વર્ષ થી આઈ શ્રી સોનલ માતાજીની સોનલ બીજ ઉજવાય છે જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ માતાજી ની બીજ માં આવેછે પોષ સુદ બીજ ના દિવસે જશોદાનગર ના આંગણે માતાજીના જન્મ દિન નિમિત્તે ભવ્યતિ ભવ્ય આયોજન શ્રી સોનલ ચારણ યુવક મંડળ દ્વારા કરવામાં આવેછે જેમાં વહેલી સવારથી મહેમાનો નું આગમન સારું થઇ જાયછે વાજતે ગાજતે ઢોલ ત્રાશા થી આઈ માંઓ નું સ્વાગત કરવામાં આવેછે જેમાં સવારે હરીરશ સ્વાધ્યાય સભા થી વાતાવરણ ભક્તિમય બની જાય છે અને કાર્ય ક્રમ ની સરુઆત થાય છે જેમાં વિધિવત વિદ્યાર્થીઓ નું સન્માન બહેનો દીકરીઓ દ્વારા ગરબા બપોરે ભોજન અને પછી અતિ ભવ્ય માં સોનલ માની શોભા યાત્રા જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ ની હાજરી શોભા યાત્રા માં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે જેમાં શિસ્ત બધ્ધ  સ્વયમ સેવકો નું કામ પણ ગઢવી  સમાજની એકતાની ઝાંખી કરાવે છે વાજતે ગાજતે ચારણી સંસ્કૃતિ ત્યાં જોવા મળે છે શોભા યાત્રા પૂર્ણ થયા બાદ નશીબ વાળા નેજ જેનો લહાવો મળે એવી અદભૂત માતાજીની મહા આરતી નું આયોજન કરવામાં આવેછે જેમાં સેંકડો દીવાઓ  થી માતાજીની આરતી કરવામાં આવેછે અને આરતી પૂર્ણ થયા બાદ સાંજે લગભગ આઠ વાગે મહા પ્રશાદ( ભોજન)  નું સરસ આયોજન હોય છે ભોજન પછી રાત્રે લગભગ 9 વાગ્યાથી (ડાયરો ) સંતવાણી નો દોર શરુ થાય છે જે લગભગ સવારના 5 વાગ્યા સુધી ચાલે છે અને વહેલી સવારે માતાજીની આરતી સાથે ભવ્ય જન્મોત્સવ નું સમાપન કરવામાં આવે છે ,
સોનલ યુવક મંડળ ના પાયા સ્વરૂપ અમારા વહાલા મિત્રો સમાન વિરલા
1) હરેશ દાન યુ મહેડું
2) વિજય દાન કે મહેડું  ( એ. ઈ. સી.(ટોરેન્ટ પાવર) )
3) હિતેશ દાન કે મહેડું
4)  હકાભા (કલાકાર)
5) મનુભા ગઢવી---      (પોલીસ વટવા જી આઈ ડી સી )
6) ભરત દાન ખડીયા
7) સમરત દાન એમ  મહેડું
8)લાલુભા બારહટ
9) હસમુખ દાન એમ બારહટ.
(10) હસમુખ બી રત્નું ,

જેમની અથાગ મહેનત દ્વારા એક સુંદર આયોજન વર્ષો વરસ થાય છે
માતાજી ના આશીર્વાદ થી જશોદાનગર માં આજે સતત 14 વરસ થી સોનલ બીજ ની ઉજવણી થતી રહી છે અને વરસો વરસ થતી રહે એવી આશાઓ  માં અમર  રાખજે જય સોનલ માં




          "  હસમુખદાન  બી રત્નું ના જય માતાજી "


 


હે ચારણી  સુખ કારણી !બ્રહમ ચારણી ! આયે શરણ !.
સચીદાનંદે શારદે !મંગલમયી પ્રણમે ચરણ !
અમ્બીકે આવળ આશ્પૂર્ણ !હે તુમ્હારે બાળ હમ !
જગ તારણી  અધ હારિણી !કરું પ્રણતકી પ્રતિપાલ તુમ !
                                         હે ચારણી ......................
પૂર્વજ સદ્શ નીતિ પથિક હો !માતૃભુમી કે ભક્ત હમ !
શુરે ઉદાર રૂ સત્યવકતા અમૃતમયી અનુરક્ત હમ !
                                        હે ચારણી ......................
દ્રઢ વિરવતી સેવક બને અરુ પઢે શમ દમ  પાઠ હમ !
અગ્નિ પરીક્ષા મેં અડગ રહે !બધે સંયમ બાટ  હમ  !
                                        હે ચારણી ......................
યમ યાતના હો નર્ક દુખ કર્તવ્ય પથ  છોડે ના હમ !
દમ દમ તિહારો જાપ જપે મર મીટે મુખ મોડે નાં હમ
                                        હે ચારણી ......................
આશિષ ઉચારો અન્નપુર્ણા શ્રી ચરન મેં લીન હો  મન !
અમ ર્હદય સિચો માં અમૃત સોનલ પ્રેમમયી લાગે  લગન !
                                        હે ચારણી ......................




 હસમુખ બી રત્નું  (09158880792)
ગામ - રોઝાવાડા 
તાલુકો- કપડવંજ 
જીલ્લો- ખેડા 
હાલ- જશોદાનગર.
 નોકરી - મહારાષ્ટ્રા ચેક પોસ્ટ મેનેજર.
જય જય  જય સોનલ માતાજી --------------%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો