સોમવાર, 22 ઑક્ટોબર, 2012

સોનલ બીજ અમદાવાદ જશોદાનગર

 Facebook પર Share અને Like પણ કરી શકો છો.


હસું ગઢવી નાજય સોનલ માતાજી ગઢવી સમાજ ને                                                         
        " ખીજ જેની ખટકે નહિ જેને  ર્હુદયે કાયમ  રીઝ"                                 "એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ"

સવંત -1980 ના પોષ સુદ બીજ રાત્રે મઢડા ને આંગણ સોનાના સો-સો સુરજ સામટા  ઉગી નીકળ્યાં દુનિયાની આધી વ્યાધિ અને ઉપાધિઓ નાં નિવારણ માટે માં ભગવતી માં સોનલ નું મઢડા ના ચારણી ખોરડે પ્રાગટ્ય થયું એ દિવસે સચરાચરમાં આનંદ ઉલ્લાસ અને ઉમંગ ના સાતેય સમંદર છલકાયી વળ્યા,
(પિતા- હમીર મોડ અને માતા રાણબાઈ જે સરસ્વતી અને અન્નપુર્ણા  નો અવતાર લેખાતા એ જેટલા ધાર્મિક હતા એથીયે વધુ વ્યવહાર કુસળ હતા અને તેમની કુખે સં -1980માં માં સોનલ જન્મ્યા હતા)

 જે માંના  જનમ દિવસ નિમિત્તે 

અમદાવાદ માં જશોદાનગર માં  છેલ્લા 14 વર્ષ થી આઈ શ્રી સોનલ માતાજીની સોનલ બીજ ઉજવાય છે જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ માતાજી ની બીજ માં આવેછે પોષ સુદ બીજ ના દિવસે જશોદાનગર ના આંગણે માતાજીના જન્મ દિન નિમિત્તે ભવ્યતિ ભવ્ય આયોજન શ્રી સોનલ ચારણ યુવક મંડળ દ્વારા કરવામાં આવેછે જેમાં વહેલી સવારથી મહેમાનો નું આગમન સારું થઇ જાયછે વાજતે ગાજતે ઢોલ ત્રાશા થી આઈ માંઓ નું સ્વાગત કરવામાં આવેછે જેમાં સવારે હરીરશ સ્વાધ્યાય સભા થી વાતાવરણ ભક્તિમય બની જાય છે અને કાર્ય ક્રમ ની સરુઆત થાય છે જેમાં વિધિવત વિદ્યાર્થીઓ નું સન્માન બહેનો દીકરીઓ દ્વારા ગરબા બપોરે ભોજન અને પછી અતિ ભવ્ય માં સોનલ માની શોભા યાત્રા જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ ની હાજરી શોભા યાત્રા માં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે જેમાં શિસ્ત બધ્ધ  સ્વયમ સેવકો નું કામ પણ ગઢવી  સમાજની એકતાની ઝાંખી કરાવે છે વાજતે ગાજતે ચારણી સંસ્કૃતિ ત્યાં જોવા મળે છે શોભા યાત્રા પૂર્ણ થયા બાદ નશીબ વાળા નેજ જેનો લહાવો મળે એવી અદભૂત માતાજીની મહા આરતી નું આયોજન કરવામાં આવેછે જેમાં સેંકડો દીવાઓ  થી માતાજીની આરતી કરવામાં આવેછે અને આરતી પૂર્ણ થયા બાદ સાંજે લગભગ આઠ વાગે મહા પ્રશાદ( ભોજન)  નું સરસ આયોજન હોય છે ભોજન પછી રાત્રે લગભગ 9 વાગ્યાથી (ડાયરો ) સંતવાણી નો દોર શરુ થાય છે જે લગભગ સવારના 5 વાગ્યા સુધી ચાલે છે અને વહેલી સવારે માતાજીની આરતી સાથે ભવ્ય જન્મોત્સવ નું સમાપન કરવામાં આવે છે ,
સોનલ યુવક મંડળ ના પાયા સ્વરૂપ અમારા વહાલા મિત્રો સમાન વિરલા
1) હરેશ દાન યુ મહેડું
2) વિજય દાન કે મહેડું  ( એ. ઈ. સી.(ટોરેન્ટ પાવર) )
3) હિતેશ દાન કે મહેડું
4)  હકાભા (કલાકાર)
5) મનુભા ગઢવી---      (પોલીસ વટવા જી આઈ ડી સી )
6) ભરત દાન ખડીયા
7) સમરત દાન એમ  મહેડું
8)લાલુભા બારહટ
9) હસમુખ દાન એમ બારહટ.
(10) હસમુખ બી રત્નું ,

જેમની અથાગ મહેનત દ્વારા એક સુંદર આયોજન વર્ષો વરસ થાય છે
માતાજી ના આશીર્વાદ થી જશોદાનગર માં આજે સતત 14 વરસ થી સોનલ બીજ ની ઉજવણી થતી રહી છે અને વરસો વરસ થતી રહે એવી આશાઓ  માં અમર  રાખજે જય સોનલ માં




          "  હસમુખદાન  બી રત્નું ના જય માતાજી "


 


હે ચારણી  સુખ કારણી !બ્રહમ ચારણી ! આયે શરણ !.
સચીદાનંદે શારદે !મંગલમયી પ્રણમે ચરણ !
અમ્બીકે આવળ આશ્પૂર્ણ !હે તુમ્હારે બાળ હમ !
જગ તારણી  અધ હારિણી !કરું પ્રણતકી પ્રતિપાલ તુમ !
                                         હે ચારણી ......................
પૂર્વજ સદ્શ નીતિ પથિક હો !માતૃભુમી કે ભક્ત હમ !
શુરે ઉદાર રૂ સત્યવકતા અમૃતમયી અનુરક્ત હમ !
                                        હે ચારણી ......................
દ્રઢ વિરવતી સેવક બને અરુ પઢે શમ દમ  પાઠ હમ !
અગ્નિ પરીક્ષા મેં અડગ રહે !બધે સંયમ બાટ  હમ  !
                                        હે ચારણી ......................
યમ યાતના હો નર્ક દુખ કર્તવ્ય પથ  છોડે ના હમ !
દમ દમ તિહારો જાપ જપે મર મીટે મુખ મોડે નાં હમ
                                        હે ચારણી ......................
આશિષ ઉચારો અન્નપુર્ણા શ્રી ચરન મેં લીન હો  મન !
અમ ર્હદય સિચો માં અમૃત સોનલ પ્રેમમયી લાગે  લગન !
                                        હે ચારણી ......................




 હસમુખ બી રત્નું  (09158880792)
ગામ - રોઝાવાડા 
તાલુકો- કપડવંજ 
જીલ્લો- ખેડા 
હાલ- જશોદાનગર.
 નોકરી - મહારાષ્ટ્રા ચેક પોસ્ટ મેનેજર.
જય જય  જય સોનલ માતાજી --------------%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

શુક્રવાર, 19 ઑક્ટોબર, 2012

યુગે યુગે ગઢવી

યુગે યુગે ગઢવી Facebook પર Share અને Like પણ કરી શકો છો.


ગઢવી સમાજને હસમુખ ગઢવી ના જય માતાજી


 

મારી નજરે
 સિંહ ની સમાન અમે ચરણો  રે માત અમારી આ શક્તિ છે મહાન રે પાછા ના ભરીયે અમે પાવલારે લોલ 
દાદો અમારો સદા શીવજીરે લોલ અને ભોમ નો ધારણ મોસાળેં  ભુજંગ રે શિવ શક્તિ ના છોરુંડા  અમે  ચરણો રે લોલ    સંતો ને શિર સદા નામતા રે અને ઝુકીએ નહિ અમે ભલે હિન્દ નો હોય હુજુર રે  વિહળ રબા ના અમે વંશજો રે  લોલ 
જનુની કેવા ?
અમે તો ખૂન કેરા કપરા ખેલ ખેલનારા અને શાસ્ત્રો ના ઘા અમે છાતીયેથી ઝીલનારા 
માથા લીલુડા રણ માં રમતા મેલનારા માં મોગલ ની સહાયે  અમે શત્રુ દલ ને તોડનારા 
ભાંગ્યા ની ભીડ માં ભેળી અમારી માવડી છે અને તેથી તરતી અમારી નાવડી છે કંટક માં 
થાઉં કટકા તોય મોગલ માત નો છું ચમન ની જેમ ચિતરાઈશ  ચારણ  જાતનો છું 
મને ગૌરવ છે કે મને આ પવિત્ર સમાજ માં જનમ મળ્યો છે હે માં જગદંબા મોગલ માં  હિંગળાજ માં  મને યુગે યુગે ગઢવી ચારણ સમાજ માજ જનમ આપજે 

આદરણીય ગઢવી સમાજ


આદરણીય ગઢવી સમાજ

માતાજી ની કૃપાથી હું મારો નવો બ્લોગ ચાલુ કરવા જી રહ્યો છુ મને વિશ્વાસ છે કે મને સારા અને સુંદર
વિચારો સમાજ ના ભાઈઓ દ્વારા મળશે હાલ આપણો  સમાજ બહુ પ્રગતી ઉપર છે ભાઈ ચારો એક જબરજસ્ત તાકાત થી આપણે સારા સારા કાર્ય ક્રમો કરી રહ્યા છીએ ગામડે ગામડે માતાજી ની સોનલ બીજ
ઉજવાઈ રહી છે આ બધું જોઇને ખરે ખર બહુ આનંદ થાય છે હે માંતાજીઓ  અમારા ગઢવી ચારણ સમાજની એકતા વધારજો અને દુનિયા માં ગઢવી સમાજ ની જય હો
જય માતાજી

જય સોનલ
હસમુખ ગઢવી(રત્નું ) ના જય માતાજી
(જશોદાનગર અમદાવાદ )
09158880792 (મહારષ્ટ્ર)


આજે સમાજ પ્રગતિ ના પંથે છે

નમસ્કાર,
મારા વ્હાલા ગઢવી સમાજ વાચકો ને હસું ગઢવી  ના પ્રણામ, 

             સમાજ  જ પ્રગતિ ના પંથે છે .

ભુતકાળ મા આપણે ગણા પાછળ  હતા, ના આપણુ કોઇ ઘર હતુ , ના આપણે સ્થાયી હતા , જેની સરખામણી આજે આપણે સ્થાયી થયા ,આર્થિક રીતે સધ્ધર થયા . દરેક વ્યવસાય , ક્ષેત્ત મા મોખરે છીએ , પરતુ હજુ પણ આપણે બીજા સમાજ ની સરખામણી મા ઘણા પાછળ છીએ  તેનુ મુખ્ય કારણ છે શિક્ષણ . શિક્ષણ મા આપણે પછાત છીએ , આપણે પટેલ સમાજ પર નજર નાખીએ તો તેમના પરીવારનો દરેક સભ્ય નોકરીયાત હોય છે . કોઇ ડોકટર , કોઇ એન્જીનિયર,   તો કોઇ વિદેશ મા સ્થાયી થયા છે .
તેમની સરખામણી મા આપણા સમાજ મા છોકરો અડધી જીંદગી મા-બાપ ના સહારે ગુજારે છે , દીકરો -દીકરી બન્ને ને  સમાન અધિકાર છે,કન્યા કેળવણી પર ભાર મુકવાની જરુર છે .  આપણે લોકો એ માતાજી ના માટે લાખો દાન કરિયે છિએ . પણ જો શૈક્ષણિક  સંસ્થા મા પૈસા આપવાની ની વાત આવે તો ચુપ કેમ ?    થોડો વિચાર બદલવાની ની જરુર છે ભાઇઓ  , માટે મારા વડીલો ને વિંનતી છે કે શિક્ષણ પર  મુકવાની જરુર છે તેના માટે દરેક શહેર મા શિક્ષણ સંસ્થાઓ , છાત્રાલયો નુ નિર્માણ કરવાની આવશ્યકતા છે જે સમાજ ના આર્થિક રીતે પછાત વિધાર્થીઓ માટે લાભદાયી નીવડશે .
. આપણા સમાજ મા અતિથી દેવો ભવ:  મતલબ મહેમાન એ ભગવાન ગણાય છે આજે પણ મેહમાન ને જય માતાજી કહી આવકારિ એ છિએ અને ખુબ સેવા કરીયે છિએ  જે વર્ષો ની પરંપરા આજે પણ કાયમ છે
                           માતાજી નું નામ લઇ આપણે  દરેક કાર્ય  કરીએ છીએ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ પણ બહુ ઓછા લોકો છે જે માતાજીઓએ બતાવેલા રસ્તે ચાલે છે આપણા  સમાજ માં માં જગ્દામ્બો અવતાર ધારણ કરી આવી છે જેને સમાજ માટે પોતાના દેહ નું બલિદાન આપ્યું છે આપણે  એ બલિદાન ને વ્યર્થ નાં જવા દેવું જોઈએ માં નાગબાઈ માં જીવણી  માં કરણી જી માં મોગલ જેવી અનેક જગદંબા ઓ સમાજ માટે ગણું બધું કરી ગઈ છે માં ભગવતી સોનલ માં જેમને દિવસ રાત નથી જોયો બસ સમાજ માં જાગૃત તા આવે સમાજ શિક્ષિત બને એના માટે ઉગાડા પગે ભર બપોરે માં એ  રસ્તા ખુદયા છે આપને કેમ એના ઉપકારને ભૂલી જઈએ છીએ??? માએ એની ફરજ નિભાવી તો શું? આપણી  ફરજ નથી અધૂરા કામો ને પુરા કરવાની?? સમાજ ને દારુ વ્યશન  થી મુક્ત કરવો જોઈએ માં સોનલ તો એમ કહેછે કે માંસ  ખાય એ દાનવ કહેવાય તો સ માટે આપણે  દાનવ બનવું જોઈએ ??? 
                       જે જગદંબા નું નામ માત્ર લેવાથી અંધારા રસ્તે અજવાળું થઇ જાય એવી માં ભગવતી હમેશા આપણી  રક્ષા કરતી હોય તો ચારણ  ગઢવી હોવો નો આપણે  ગોરવ લેવો જોઈએ સાથે સાથે સત્ય ના રસ્તે ચાલી માની સાચા ર્હદય થી ભક્તિ કરવી જોઈએ 
         જ્યાં સુધી હું માનું છું  ત્યાં  સુધી આ ધરા  આ વિશ્વ માં જો કોઈ પવિત્ર અને દેવી શક્તિ  ધરાવતો કોઈ  સમાજ હોય તો એ આપણો  ચારણ  ગઢવી સમાજ છે જેનું કુળ દેવકુળ  છે જેનો દાદા મહેશ સાક્ષાત સંકર ભગવાન હોય જેનો મોસાળે નાના સર્વ શક્તિમાન શેષ હોય આનાથી બીજી ગર્વ લેવા જેવી બીજી કઈ બાબત હોઈ સકે?????   મારી તો ભગવાન ને માં જગદ્મ્બાઓ ને હર પલ એજ પાર્થના છે કે માં મને (તારા હસમુખ) ને જન્મે જન્મે ચારણ  કુળ માજ જનમ આપજે  મને માં હમેશા સદવિચાર સદ્કાર્ય કરવાની શક્તિ આપજે ક્યારેય હું ભટકી જાઉં તો મને સાચો મારગ તું બતાવજે માં સોનલ મને બોલતા નથી આવડતું પણ મારી કાલી  કાલી  વાણી નો વ્યય તું સમજી મને તારા થવાની શક્તિ તું આપજે અને મારા ગઢવી સમાજ ને હમેશા સુખી રાખજે ગઢવી સમાજ એ મારો પરિવાર છે અને મને હમેશા પરિવાર નો પ્રેમ આપજે 


જય માતાજી મારા વ્હાલા ગઢવી સમાજ ને .
 
 
 
 
હસમુખ બી ગઢવી