મંગળવાર, 4 જૂન, 2013

હ્ર્દયમા ચીનગારી


1 વહાલા ભાઈઓ અને બહેનો, તમારામાંના ઘણા ઉપદેશકો બનાવાનું પસંદ ન કરે. કેમ કે ઉપદેશકો થઇને તો બીજાઓ કરતાં કડક શિક્ષાને પાત્ર ઠરીએ છીએ.
આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે.
 ઘોડા જેવા પ્રાણીના મોંમા એક નાની લગામ રાખીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે તેના આખા શરીરને ફેરવીએ છીએ.
 એજ પ્રમાણે એક સુકાની ગમે તેટલા મોટા વહાણને એક નાના સુકાન વડે પોતે ધારે તે નિશ્ચિત માર્ગે, ધારે તે દિશામાં ચલાવી શકે છે. પછી ભલેને ભારે પવન ફુંકાતો હોય.
 એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે. અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે.
 જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.
 માણસ પ્રત્યેક પ્રકારના પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓને વશ કરી શકે છે અને વશ કર્યા છે પણ ખરાં.
 પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય. તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે. જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે.
 એનાથી આપણે પ્રભુની અને આપણા પિતાની (દેવ) સ્તુતિ કરીએ છીએ, અને એજ જીભ વડે દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ.
 એક જ મુખમાથી સ્તુતિ તથા શાપ બંન્ને નીકળે છે. ભાઈઓ અને બહેનો, આવું ન જ થવું જોઈએે.
 શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખાંરું પાણી આપી શકે? ના!
 મારા ભાઈઓ અને બહેનો, શું અંજીરી પરથી જૈતફળો અને દ્ધાક્ષાવેલા પરથી અંજીરી મેળવી શકાય છે! ના! અને એ રીતે તમે ખારા પાણીના કૂવામાંથી મીઠું પાણી કદી મેળવી શકો નહિ.
 તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.
 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે.
 આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે.
 જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે.
 પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.
 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
હસમુખ  બી ગઢવી  ના જય માતાજી જય સોનલ ,
( હસમુખ ગઢવી બ્લોગસ્પોટ .કોમ )


મુશ્કીલો જોઇને ન ડર હવે ,
ઉઠ !મંઝીલોને કર સર હવે.


ભલભલા મેરુ કરી દેશે જગા ,
ચાલવાની કક્ત હિંમત કર હવે.


સાગરોના સૌ તોફાનો શમી જશે ,
નાવ લે ! મઝધારમાં તુ તર હવે.


કર સાબીત ખુદને આ દુનિયામાં,
બન નીડર,અફવાઓથી ન ડર હવે.


દુર મંઝીલ,હો ભલે કાંટાળો માર્ગ,
ઇશ ને રાખ સાથ ,ફત્તેહ કર હવે.


પલટાવ સંજોગો તુજ તરફેણમાં,
ધીમે,પણ મક્કમ ડગ ભર હવે.


જોડકણા લખી ખુશ ન થા 'નિમિશા'
ખુદને કવિઓમાં પ્રસ્થાપિત કર હવે.


-નિમિશા મિસ્ત્રી


જય રાધેક્રિશ્ના... નિમિશા મિસ્ત્રી  ની આ રચના પરથી જે આવેગ આવ્યો તે તમારી સામે લાવુ છુ.. 

ઇશ્વર માનવ ને કઇ ને કઇ આપી ને મોકલે છે.. 

શરીર મા જોવાને બે આંખ, સાંભળવા ને કાન
ચાલવાને પગ, કામ કરવાને બે હાથ..
બોલવા ને વાણી ને પ્રેમ કરવા હાર્ટ
જો આમાનુ કઇ ના આપે તો...
વિચારવા મન અને નિર્ણય લેવાને બુધ્ધિ
જરુર આપે છે


તો ય આપણે નિરાશાની ગર્તામા કેમ રોજ બરોજ જઇએ?
કારણ,
સંતોષ નથી.. ઇર્ષા ક્રોધ ચીંતા મા ચૈતન્ય રોજ રોજ બળે
શાંતી..પ્રેમ..મૈત્રી... એ જ આ આગને ઓલવી શકે


ખુબ સુંદર હૈયુ આપ્યુ છે અને સૌથી વધુ અગત્યનુ હૈયા ને વાચા આપી છે કલમ ના સથવારે..બસ કલમ મા એક તાકાત છે કે આંધળા ને દેખવાનુ જોર આપી શકે...લંગડાને મેરુ ચાલવાનુ જોર આપી શકે.. બોબડા ને નિઃશબ્દ રહી બોલાવી શકે... બસ કલમમા આવી એક આગ રાખજે... અચેતનતા મા શબ્દોના સ્પર્શથી ચેતના ભરી શકાય તેવી ખુબ સુંદર કલમ પાસે રાખજે...

આ  મુઠ્ઠીભર હ્રદય મશાલ બને તો..કેવા કેવા કામ કરી જાય
પ્રેમ શાંતી કરુણા દયા મમતાની ચીનગારી બીજા હ્રદયમા પ્રગટાવી જાય
ને...ઇર્ષા,નફરત,શત્રુતા,ક્રોધની આગ બુજાવી જાય...
બસ આવા હ્રદય ની મશાલ લઇને હવે ફરવુ છે

એક ચીનગારી થી બીજી ચીનગારી ચેતવી છે
ઓ યૌવન!! માનવજાતીને આ મશાલ ની જરુર છે
ઉઠ તારી અંદર આ શબ્દોની મશાલ થી ચીનગારી ચેતાવ
ને બીજા હ્ર્દયમા ચીનગારી ભડકાવ..

ઓ યૌવન!! માનવજાતીને આ જ ચીનગારી ની જરુર છે

બુધવાર, 13 માર્ચ, 2013

SONAL DARSHAN


  • હિમાલય એટલે ચારણો ની આદી  ભોમકા
  • રાજા પૃથુ ચારણો ને હિમાલયની તપો ભૂમિ માંથી આર્યવ્રત ની પુણ્ય ભૂમિ ઉપર લાવ્યા 
  • ચારણો  ની હયાતી માનવ જાતના ઉદગમ થી શરુ થઇ ને આજ સુધી વિસ્તરી છે 
  • ચારણ એટલે ચાર્યંતી કીર્તિ , નીતિ , ધર્મ , વિદ્યા ,ઇતિ ચારણા ;" સત્કીર્તિ ,નીતિ,ધર્મ,વિદ્યા,સત્ય વેદ અને કવિતાને પ્રગટાવે, પ્રસરાવે ગતિ આપે બિરદાવે વહાવે અને વેગ આપે એ ચારણ .''                    

  • ચારણો એટલે સંસ્કારના પ્રચારક અને સંસ્કૃતિ ના પ્રસારક।
  • ચારણો  એટલે વીરતાના વાહક અને શોર્ય ના સંવર્ધક,
  •  

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2012

Gujarat Samachar :આલાભાઈ ગઢવી


Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
- સીત્તેર વર્ષીર્ય આલાભાઈ ગઢવીએ માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કરીને પ્રાચીન છંદોની ગાયન શૈલીને જીવંત રાખી છે. તેઓ રોજ એક કલાક વાત્રક નદીના કિનારે બેસીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના રજવાડાઓમાં ગવાતા ચારણી છંદોનું કંઠસ્થ ગાન કરે છે.
અમદાવાદ્દથી ૬૦ કિ.મી દ્દૂર ઉત્કંઠેશ્વરના કોતરોમાં ૭૦ વર્ષિય આલાભાઈ ગઢવી આજે પણ ચારણી સાહિત્યના અસ્સલ છંદ્દોની મહેક પ્રસરાવી રહ્યા છે. વૃઘ્ઘત્વને અવસર બનાવતા આલાભાઈ રોજ બપોરે ચારણી સાહિત્યના અસ્સલ છંદ્દોનું ગાન કરીને લોકસાહિત્યની મહેક પ્રસરાવી રહ્યા છે.
આમ તો ગુજરાતી ભાષામાં છંદ્દો અને અલંકારોની એક શ્વ્લિષ્ટ શૈલી જોવા મળે છે. પરંતુ ચારણી સાહિત્યમાં વીસેક જેટલાં આગવા છંદ્દો છે જેનો સીઘો ગાયકી સાથે સંબંઘ છે.જેમાં ચારણી ચરચરી,દ્દુમિલા,નાગણી,રેણકી,ભુજંગી, ત્રિભંગી અને ત્રોટક ચાલ જેવા છંદ્દોનો સમાવેશ થાય છે. સીત્તેર વર્ષિય આલાભાઈએ માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કરીને આ તમામ છંદ્દોની અવિરત ઘારાઓની કંઠસ્થ કરીને આજે પણ જીવંત રાખી છે. લોક સાહિત્યના વારસાને પુસ્તકોરૂપે તો અનેક વ્યક્તિઓએ સંગ્રહ કર્યો છે. પરંતુ ગાયકી અને રજૂઆતના સંદ્દર્ભમાં જોવા મળતો આ જીવંત વારસો આલાભાઈએ જાળવી રાખ્યો છે.અહીં પાસે આવેલા રોઝાવાડા ગામના વતની એવા આલાભાઈએ અહીં ચારણી સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે જે એક કલાજગત માટે સેવા સમાન છે.
ચારણી સાહિત્યના અસંખ્ય વીરરસ અને ભક્તિરસમાં વહેંચાયેલા અવિરત કંઠસ્થ વારસા વિશે આલાભાઈ કહે છે કે સદ્દીઓ પહેલાના ગુજરાત અને રાજસ્થાનના રજવાડાઓમાં ચારણી સંસ્કૃતિની એક આગવી છાંટ જોવા મળતી હતી. લોક કવિઓએ અને રાજ કવિઓએ આ વારસાને એટલો સમૃઘ્ઘ બનાવ્યો હતો કે પ્રત્યેક છંદ્દમાં રુવાડા ઉભા કરી દ્દે તેવી તાકાત જોવા મળે છે. આ બઘા છંદ્દોના અનેક સંકલન પુસ્તકરૂપે તો જોવા મળે છે પરંતુ ગાયિકી ઘીમે ઘીમે વિલુપ્ત થતી જાય છે.
સ્વામિનારાયણ ભગવાનના પ્રિય સેવક બ્રહ્માનંદ્દ સ્વામી દ્વારા રચાયેલા છંદ્દોની લાંબી શ્રેણી પણ આલાભાઈએ એ હદ્દે કંઠસ્થ કરી છે કે કોઈપણ શ્રોતાજન આવા ઘેધુર અવાજમાં આ છંદ્દોની સાંભળતા જ રોમેરોમમાં પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. ઉત્કંઠેશ્વર પાસે આવેલા વાત્રકના કોતરોમાં આલાભાઈનો ઘેધુર અવાજ આસપાસના લોકોને તેમની પાસે બેસવા માટે મજબૂર કરી દ્દે છે.
સીત્તેર વર્ષે એક શ્વાસે આ પ્રકારના છંદ્દો રજૂ કરવા તે એક યુવાન ગાયક માટે પણ અઘરું છે ત્યારે આલાભાઈ આ તમામ છંદ્દોને તેની વિશિષ્ટ ચાલ સાથે સમજાવીને પોતાની ગાયકી રજુ  કરે છે।

18 may 2012 ગુજરાત સમાચાર માંથી,

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

સોનલ બીજ અમદાવાદ જશોદાનગર

 Facebook પર Share અને Like પણ કરી શકો છો.


હસું ગઢવી નાજય સોનલ માતાજી ગઢવી સમાજ ને                                                         
        " ખીજ જેની ખટકે નહિ જેને  ર્હુદયે કાયમ  રીઝ"                                 "એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ"

સવંત -1980 ના પોષ સુદ બીજ રાત્રે મઢડા ને આંગણ સોનાના સો-સો સુરજ સામટા  ઉગી નીકળ્યાં દુનિયાની આધી વ્યાધિ અને ઉપાધિઓ નાં નિવારણ માટે માં ભગવતી માં સોનલ નું મઢડા ના ચારણી ખોરડે પ્રાગટ્ય થયું એ દિવસે સચરાચરમાં આનંદ ઉલ્લાસ અને ઉમંગ ના સાતેય સમંદર છલકાયી વળ્યા,
(પિતા- હમીર મોડ અને માતા રાણબાઈ જે સરસ્વતી અને અન્નપુર્ણા  નો અવતાર લેખાતા એ જેટલા ધાર્મિક હતા એથીયે વધુ વ્યવહાર કુસળ હતા અને તેમની કુખે સં -1980માં માં સોનલ જન્મ્યા હતા)

 જે માંના  જનમ દિવસ નિમિત્તે 

અમદાવાદ માં જશોદાનગર માં  છેલ્લા 14 વર્ષ થી આઈ શ્રી સોનલ માતાજીની સોનલ બીજ ઉજવાય છે જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ માતાજી ની બીજ માં આવેછે પોષ સુદ બીજ ના દિવસે જશોદાનગર ના આંગણે માતાજીના જન્મ દિન નિમિત્તે ભવ્યતિ ભવ્ય આયોજન શ્રી સોનલ ચારણ યુવક મંડળ દ્વારા કરવામાં આવેછે જેમાં વહેલી સવારથી મહેમાનો નું આગમન સારું થઇ જાયછે વાજતે ગાજતે ઢોલ ત્રાશા થી આઈ માંઓ નું સ્વાગત કરવામાં આવેછે જેમાં સવારે હરીરશ સ્વાધ્યાય સભા થી વાતાવરણ ભક્તિમય બની જાય છે અને કાર્ય ક્રમ ની સરુઆત થાય છે જેમાં વિધિવત વિદ્યાર્થીઓ નું સન્માન બહેનો દીકરીઓ દ્વારા ગરબા બપોરે ભોજન અને પછી અતિ ભવ્ય માં સોનલ માની શોભા યાત્રા જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ ની હાજરી શોભા યાત્રા માં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે જેમાં શિસ્ત બધ્ધ  સ્વયમ સેવકો નું કામ પણ ગઢવી  સમાજની એકતાની ઝાંખી કરાવે છે વાજતે ગાજતે ચારણી સંસ્કૃતિ ત્યાં જોવા મળે છે શોભા યાત્રા પૂર્ણ થયા બાદ નશીબ વાળા નેજ જેનો લહાવો મળે એવી અદભૂત માતાજીની મહા આરતી નું આયોજન કરવામાં આવેછે જેમાં સેંકડો દીવાઓ  થી માતાજીની આરતી કરવામાં આવેછે અને આરતી પૂર્ણ થયા બાદ સાંજે લગભગ આઠ વાગે મહા પ્રશાદ( ભોજન)  નું સરસ આયોજન હોય છે ભોજન પછી રાત્રે લગભગ 9 વાગ્યાથી (ડાયરો ) સંતવાણી નો દોર શરુ થાય છે જે લગભગ સવારના 5 વાગ્યા સુધી ચાલે છે અને વહેલી સવારે માતાજીની આરતી સાથે ભવ્ય જન્મોત્સવ નું સમાપન કરવામાં આવે છે ,
સોનલ યુવક મંડળ ના પાયા સ્વરૂપ અમારા વહાલા મિત્રો સમાન વિરલા
1) હરેશ દાન યુ મહેડું
2) વિજય દાન કે મહેડું  ( એ. ઈ. સી.(ટોરેન્ટ પાવર) )
3) હિતેશ દાન કે મહેડું
4)  હકાભા (કલાકાર)
5) મનુભા ગઢવી---      (પોલીસ વટવા જી આઈ ડી સી )
6) ભરત દાન ખડીયા
7) સમરત દાન એમ  મહેડું
8)લાલુભા બારહટ
9) હસમુખ દાન એમ બારહટ.
(10) હસમુખ બી રત્નું ,

જેમની અથાગ મહેનત દ્વારા એક સુંદર આયોજન વર્ષો વરસ થાય છે
માતાજી ના આશીર્વાદ થી જશોદાનગર માં આજે સતત 14 વરસ થી સોનલ બીજ ની ઉજવણી થતી રહી છે અને વરસો વરસ થતી રહે એવી આશાઓ  માં અમર  રાખજે જય સોનલ માં




          "  હસમુખદાન  બી રત્નું ના જય માતાજી "


 


હે ચારણી  સુખ કારણી !બ્રહમ ચારણી ! આયે શરણ !.
સચીદાનંદે શારદે !મંગલમયી પ્રણમે ચરણ !
અમ્બીકે આવળ આશ્પૂર્ણ !હે તુમ્હારે બાળ હમ !
જગ તારણી  અધ હારિણી !કરું પ્રણતકી પ્રતિપાલ તુમ !
                                         હે ચારણી ......................
પૂર્વજ સદ્શ નીતિ પથિક હો !માતૃભુમી કે ભક્ત હમ !
શુરે ઉદાર રૂ સત્યવકતા અમૃતમયી અનુરક્ત હમ !
                                        હે ચારણી ......................
દ્રઢ વિરવતી સેવક બને અરુ પઢે શમ દમ  પાઠ હમ !
અગ્નિ પરીક્ષા મેં અડગ રહે !બધે સંયમ બાટ  હમ  !
                                        હે ચારણી ......................
યમ યાતના હો નર્ક દુખ કર્તવ્ય પથ  છોડે ના હમ !
દમ દમ તિહારો જાપ જપે મર મીટે મુખ મોડે નાં હમ
                                        હે ચારણી ......................
આશિષ ઉચારો અન્નપુર્ણા શ્રી ચરન મેં લીન હો  મન !
અમ ર્હદય સિચો માં અમૃત સોનલ પ્રેમમયી લાગે  લગન !
                                        હે ચારણી ......................




 હસમુખ બી રત્નું  (09158880792)
ગામ - રોઝાવાડા 
તાલુકો- કપડવંજ 
જીલ્લો- ખેડા 
હાલ- જશોદાનગર.
 નોકરી - મહારાષ્ટ્રા ચેક પોસ્ટ મેનેજર.
જય જય  જય સોનલ માતાજી --------------%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

શુક્રવાર, 19 ઑક્ટોબર, 2012

યુગે યુગે ગઢવી

યુગે યુગે ગઢવી Facebook પર Share અને Like પણ કરી શકો છો.


ગઢવી સમાજને હસમુખ ગઢવી ના જય માતાજી


 

મારી નજરે
 સિંહ ની સમાન અમે ચરણો  રે માત અમારી આ શક્તિ છે મહાન રે પાછા ના ભરીયે અમે પાવલારે લોલ 
દાદો અમારો સદા શીવજીરે લોલ અને ભોમ નો ધારણ મોસાળેં  ભુજંગ રે શિવ શક્તિ ના છોરુંડા  અમે  ચરણો રે લોલ    સંતો ને શિર સદા નામતા રે અને ઝુકીએ નહિ અમે ભલે હિન્દ નો હોય હુજુર રે  વિહળ રબા ના અમે વંશજો રે  લોલ 
જનુની કેવા ?
અમે તો ખૂન કેરા કપરા ખેલ ખેલનારા અને શાસ્ત્રો ના ઘા અમે છાતીયેથી ઝીલનારા 
માથા લીલુડા રણ માં રમતા મેલનારા માં મોગલ ની સહાયે  અમે શત્રુ દલ ને તોડનારા 
ભાંગ્યા ની ભીડ માં ભેળી અમારી માવડી છે અને તેથી તરતી અમારી નાવડી છે કંટક માં 
થાઉં કટકા તોય મોગલ માત નો છું ચમન ની જેમ ચિતરાઈશ  ચારણ  જાતનો છું 
મને ગૌરવ છે કે મને આ પવિત્ર સમાજ માં જનમ મળ્યો છે હે માં જગદંબા મોગલ માં  હિંગળાજ માં  મને યુગે યુગે ગઢવી ચારણ સમાજ માજ જનમ આપજે 

આદરણીય ગઢવી સમાજ


આદરણીય ગઢવી સમાજ

માતાજી ની કૃપાથી હું મારો નવો બ્લોગ ચાલુ કરવા જી રહ્યો છુ મને વિશ્વાસ છે કે મને સારા અને સુંદર
વિચારો સમાજ ના ભાઈઓ દ્વારા મળશે હાલ આપણો  સમાજ બહુ પ્રગતી ઉપર છે ભાઈ ચારો એક જબરજસ્ત તાકાત થી આપણે સારા સારા કાર્ય ક્રમો કરી રહ્યા છીએ ગામડે ગામડે માતાજી ની સોનલ બીજ
ઉજવાઈ રહી છે આ બધું જોઇને ખરે ખર બહુ આનંદ થાય છે હે માંતાજીઓ  અમારા ગઢવી ચારણ સમાજની એકતા વધારજો અને દુનિયા માં ગઢવી સમાજ ની જય હો
જય માતાજી

જય સોનલ
હસમુખ ગઢવી(રત્નું ) ના જય માતાજી
(જશોદાનગર અમદાવાદ )
09158880792 (મહારષ્ટ્ર)


આજે સમાજ પ્રગતિ ના પંથે છે

નમસ્કાર,
મારા વ્હાલા ગઢવી સમાજ વાચકો ને હસું ગઢવી  ના પ્રણામ, 

             સમાજ  જ પ્રગતિ ના પંથે છે .

ભુતકાળ મા આપણે ગણા પાછળ  હતા, ના આપણુ કોઇ ઘર હતુ , ના આપણે સ્થાયી હતા , જેની સરખામણી આજે આપણે સ્થાયી થયા ,આર્થિક રીતે સધ્ધર થયા . દરેક વ્યવસાય , ક્ષેત્ત મા મોખરે છીએ , પરતુ હજુ પણ આપણે બીજા સમાજ ની સરખામણી મા ઘણા પાછળ છીએ  તેનુ મુખ્ય કારણ છે શિક્ષણ . શિક્ષણ મા આપણે પછાત છીએ , આપણે પટેલ સમાજ પર નજર નાખીએ તો તેમના પરીવારનો દરેક સભ્ય નોકરીયાત હોય છે . કોઇ ડોકટર , કોઇ એન્જીનિયર,   તો કોઇ વિદેશ મા સ્થાયી થયા છે .
તેમની સરખામણી મા આપણા સમાજ મા છોકરો અડધી જીંદગી મા-બાપ ના સહારે ગુજારે છે , દીકરો -દીકરી બન્ને ને  સમાન અધિકાર છે,કન્યા કેળવણી પર ભાર મુકવાની જરુર છે .  આપણે લોકો એ માતાજી ના માટે લાખો દાન કરિયે છિએ . પણ જો શૈક્ષણિક  સંસ્થા મા પૈસા આપવાની ની વાત આવે તો ચુપ કેમ ?    થોડો વિચાર બદલવાની ની જરુર છે ભાઇઓ  , માટે મારા વડીલો ને વિંનતી છે કે શિક્ષણ પર  મુકવાની જરુર છે તેના માટે દરેક શહેર મા શિક્ષણ સંસ્થાઓ , છાત્રાલયો નુ નિર્માણ કરવાની આવશ્યકતા છે જે સમાજ ના આર્થિક રીતે પછાત વિધાર્થીઓ માટે લાભદાયી નીવડશે .
. આપણા સમાજ મા અતિથી દેવો ભવ:  મતલબ મહેમાન એ ભગવાન ગણાય છે આજે પણ મેહમાન ને જય માતાજી કહી આવકારિ એ છિએ અને ખુબ સેવા કરીયે છિએ  જે વર્ષો ની પરંપરા આજે પણ કાયમ છે
                           માતાજી નું નામ લઇ આપણે  દરેક કાર્ય  કરીએ છીએ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ પણ બહુ ઓછા લોકો છે જે માતાજીઓએ બતાવેલા રસ્તે ચાલે છે આપણા  સમાજ માં માં જગ્દામ્બો અવતાર ધારણ કરી આવી છે જેને સમાજ માટે પોતાના દેહ નું બલિદાન આપ્યું છે આપણે  એ બલિદાન ને વ્યર્થ નાં જવા દેવું જોઈએ માં નાગબાઈ માં જીવણી  માં કરણી જી માં મોગલ જેવી અનેક જગદંબા ઓ સમાજ માટે ગણું બધું કરી ગઈ છે માં ભગવતી સોનલ માં જેમને દિવસ રાત નથી જોયો બસ સમાજ માં જાગૃત તા આવે સમાજ શિક્ષિત બને એના માટે ઉગાડા પગે ભર બપોરે માં એ  રસ્તા ખુદયા છે આપને કેમ એના ઉપકારને ભૂલી જઈએ છીએ??? માએ એની ફરજ નિભાવી તો શું? આપણી  ફરજ નથી અધૂરા કામો ને પુરા કરવાની?? સમાજ ને દારુ વ્યશન  થી મુક્ત કરવો જોઈએ માં સોનલ તો એમ કહેછે કે માંસ  ખાય એ દાનવ કહેવાય તો સ માટે આપણે  દાનવ બનવું જોઈએ ??? 
                       જે જગદંબા નું નામ માત્ર લેવાથી અંધારા રસ્તે અજવાળું થઇ જાય એવી માં ભગવતી હમેશા આપણી  રક્ષા કરતી હોય તો ચારણ  ગઢવી હોવો નો આપણે  ગોરવ લેવો જોઈએ સાથે સાથે સત્ય ના રસ્તે ચાલી માની સાચા ર્હદય થી ભક્તિ કરવી જોઈએ 
         જ્યાં સુધી હું માનું છું  ત્યાં  સુધી આ ધરા  આ વિશ્વ માં જો કોઈ પવિત્ર અને દેવી શક્તિ  ધરાવતો કોઈ  સમાજ હોય તો એ આપણો  ચારણ  ગઢવી સમાજ છે જેનું કુળ દેવકુળ  છે જેનો દાદા મહેશ સાક્ષાત સંકર ભગવાન હોય જેનો મોસાળે નાના સર્વ શક્તિમાન શેષ હોય આનાથી બીજી ગર્વ લેવા જેવી બીજી કઈ બાબત હોઈ સકે?????   મારી તો ભગવાન ને માં જગદ્મ્બાઓ ને હર પલ એજ પાર્થના છે કે માં મને (તારા હસમુખ) ને જન્મે જન્મે ચારણ  કુળ માજ જનમ આપજે  મને માં હમેશા સદવિચાર સદ્કાર્ય કરવાની શક્તિ આપજે ક્યારેય હું ભટકી જાઉં તો મને સાચો મારગ તું બતાવજે માં સોનલ મને બોલતા નથી આવડતું પણ મારી કાલી  કાલી  વાણી નો વ્યય તું સમજી મને તારા થવાની શક્તિ તું આપજે અને મારા ગઢવી સમાજ ને હમેશા સુખી રાખજે ગઢવી સમાજ એ મારો પરિવાર છે અને મને હમેશા પરિવાર નો પ્રેમ આપજે 


જય માતાજી મારા વ્હાલા ગઢવી સમાજ ને .
 
 
 
 
હસમુખ બી ગઢવી 

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

Time

મેરી આત્મા હે અજર અમર 
 મેરા જિસ્મ એક  લિબાસ હે 
મેરે અસ્ક ક્યાં ક્યાં બુજાયેંગે               કહી આગ હે કહી પ્યાસ હે 


ગયો ને જાય છે દુખ નો સમય એકજ દિલાસા પર  કે વીતેલો સમય કદી  પાછો આવતો નથી એક ગજબ નો ભેદ સમજાય છે કે જલ્દી કરો  જલ્દી કરો come on fast 
      આપણી  પહોચ ઈતિહાસ થી વધારે લાંબી હોતી નથી આપણ ને બહુ બહુ તો ઈતિહાસ  નો સમય સમજાય પરંતુ સમય ના ઈતિહાસ નું શું? 
   આ દુનિયામાં સમય સિવાય કશુજ આપણું  નથી     સમય એટલે ઈશ્વર ની કંકોત્રી એને વધાવાય વગોવાય નહિ ક્ષણો ના પગથીયા ઉપર પગ મુકીને સમય આગળ  વધતો રહે છે એટલેજ કહેવાય છે કે ક્ષણ અને કણ  ની કિમંત સમજે એજ વિચક્ષણ 
પ્રત્યેક મનુષ્ય ને તેનો સમય ઘડે છે અને દરેકે આ સમય નું ઋણ ચુકવવું પડે છે  જેથી સમય ગુમાવવો જોઈએ નહિ કારણ કે જીવન એ સમય નું બનેલું છે 

"Time end tide waits for no body "




કવન ના બાદશાહો ભિક્ષા માં એવા કવન આપો 
ના હો કેવળ મનોરંજન એવા મનોમંથન આપો 
જીવન અમૃત બને એવા અમી કેરા ઝરણ આપો 
ધરાને સ્વર્ગ કરનારા વિચારો નું વહન આપો 
નત્વ દુનિયાને કાજ ક્રાંતિ ના કિરણ આપો 
કલમ ના બાદશાહો ભિક્ષા માં એવા કવન આપો 

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા થી શું 
મળી દુનિયામાં બદનામી પછી નાશી ગયા થી શું 
 
  

અહી થી સાવ સીધે શીધો જાય છે તો પણ તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો 
નથી એક માનવ માનવી સુધી પહોચ્યો કે નથી એક સાહ્ષિક  એની મંજિલ સુધી પહ્ચ્યો 
કોને ખબર ક્યારે ઈમાન આવશે સામે ?પણ મેં સાંભળ્યું છે 'હસમુખ' કે હજી બંધાય છે રસ્તો 


શ્વાસ પણ સૌ લે છે  આંધળા વિશ્વાસ થી અહી 
કોણ છે 'હસું'  એવું જેને હવા દેખાય  છે  અહી ,


બજાર  કે દામો કી  શિકાયત હે હર એક કો 
ફિર ભી સરે બાજાર બડી  ભીડ લાગી હે ,




હસમુખ બી ગઢવી