ગુરુવાર, 27 ડિસેમ્બર, 2012

Gujarat Samachar :આલાભાઈ ગઢવી


Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
- સીત્તેર વર્ષીર્ય આલાભાઈ ગઢવીએ માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કરીને પ્રાચીન છંદોની ગાયન શૈલીને જીવંત રાખી છે. તેઓ રોજ એક કલાક વાત્રક નદીના કિનારે બેસીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના રજવાડાઓમાં ગવાતા ચારણી છંદોનું કંઠસ્થ ગાન કરે છે.
અમદાવાદ્દથી ૬૦ કિ.મી દ્દૂર ઉત્કંઠેશ્વરના કોતરોમાં ૭૦ વર્ષિય આલાભાઈ ગઢવી આજે પણ ચારણી સાહિત્યના અસ્સલ છંદ્દોની મહેક પ્રસરાવી રહ્યા છે. વૃઘ્ઘત્વને અવસર બનાવતા આલાભાઈ રોજ બપોરે ચારણી સાહિત્યના અસ્સલ છંદ્દોનું ગાન કરીને લોકસાહિત્યની મહેક પ્રસરાવી રહ્યા છે.
આમ તો ગુજરાતી ભાષામાં છંદ્દો અને અલંકારોની એક શ્વ્લિષ્ટ શૈલી જોવા મળે છે. પરંતુ ચારણી સાહિત્યમાં વીસેક જેટલાં આગવા છંદ્દો છે જેનો સીઘો ગાયકી સાથે સંબંઘ છે.જેમાં ચારણી ચરચરી,દ્દુમિલા,નાગણી,રેણકી,ભુજંગી, ત્રિભંગી અને ત્રોટક ચાલ જેવા છંદ્દોનો સમાવેશ થાય છે. સીત્તેર વર્ષિય આલાભાઈએ માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કરીને આ તમામ છંદ્દોની અવિરત ઘારાઓની કંઠસ્થ કરીને આજે પણ જીવંત રાખી છે. લોક સાહિત્યના વારસાને પુસ્તકોરૂપે તો અનેક વ્યક્તિઓએ સંગ્રહ કર્યો છે. પરંતુ ગાયકી અને રજૂઆતના સંદ્દર્ભમાં જોવા મળતો આ જીવંત વારસો આલાભાઈએ જાળવી રાખ્યો છે.અહીં પાસે આવેલા રોઝાવાડા ગામના વતની એવા આલાભાઈએ અહીં ચારણી સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે જે એક કલાજગત માટે સેવા સમાન છે.
ચારણી સાહિત્યના અસંખ્ય વીરરસ અને ભક્તિરસમાં વહેંચાયેલા અવિરત કંઠસ્થ વારસા વિશે આલાભાઈ કહે છે કે સદ્દીઓ પહેલાના ગુજરાત અને રાજસ્થાનના રજવાડાઓમાં ચારણી સંસ્કૃતિની એક આગવી છાંટ જોવા મળતી હતી. લોક કવિઓએ અને રાજ કવિઓએ આ વારસાને એટલો સમૃઘ્ઘ બનાવ્યો હતો કે પ્રત્યેક છંદ્દમાં રુવાડા ઉભા કરી દ્દે તેવી તાકાત જોવા મળે છે. આ બઘા છંદ્દોના અનેક સંકલન પુસ્તકરૂપે તો જોવા મળે છે પરંતુ ગાયિકી ઘીમે ઘીમે વિલુપ્ત થતી જાય છે.
સ્વામિનારાયણ ભગવાનના પ્રિય સેવક બ્રહ્માનંદ્દ સ્વામી દ્વારા રચાયેલા છંદ્દોની લાંબી શ્રેણી પણ આલાભાઈએ એ હદ્દે કંઠસ્થ કરી છે કે કોઈપણ શ્રોતાજન આવા ઘેધુર અવાજમાં આ છંદ્દોની સાંભળતા જ રોમેરોમમાં પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. ઉત્કંઠેશ્વર પાસે આવેલા વાત્રકના કોતરોમાં આલાભાઈનો ઘેધુર અવાજ આસપાસના લોકોને તેમની પાસે બેસવા માટે મજબૂર કરી દ્દે છે.
સીત્તેર વર્ષે એક શ્વાસે આ પ્રકારના છંદ્દો રજૂ કરવા તે એક યુવાન ગાયક માટે પણ અઘરું છે ત્યારે આલાભાઈ આ તમામ છંદ્દોને તેની વિશિષ્ટ ચાલ સાથે સમજાવીને પોતાની ગાયકી રજુ  કરે છે।

18 may 2012 ગુજરાત સમાચાર માંથી,